Get The App

કોરોનાના‌ વધુ કેસ : ગુજરાત હવે સાતમા સ્થાને

- જુલાઈમાં અત્યાર સુધી જ કુલ 32643 કેસ

Updated: Jul 23rd, 2020

GS TEAM

Google News
Google News
કોરોનાના‌ વધુ કેસ : ગુજરાત હવે સાતમા સ્થાને 1 - image


અમદાવાદ, તા. 23 જુલાઈ 2020 ગુરૂવાર

કોરોના વાયરસ ના સૌથી વધારે કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત હવે સાતમા સ્થાને આવી ગયું છે. ગુજરાત માં હાલ કોરોના વાયરસ ના 51485 કેસ નોંધાયેલા છે.

આ યાદીમાં મહારાષ્ટ્ર 3.37 લાખ કેસ સાથે મોખરે, તમિલનાડુ 1.86 લાખ સાથે બીજા, દિલ્હી 1.26 લાખ સાથે ત્રીજા, કર્ણાટક 75833 સાથે ચોથા આંધ્ર પ્રદેશ 647130સાથે પાંચમા અને ઉત્તર પ્રદેશ 55588 સાથે છઠ્ઠા સ્થાને છે. એક સમયે સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યો માં ગુજરાત બીજા સ્થાને હતું.

ગુજરાતમાં જૂન મહિનાના અંતે કુલ 32643 કેસ હતા. આમ , જુલાઈના 23 દિવસમાં જ કુલ 18842 કેસ નોંધાઈ ચૂક્યા છે. જુલાઈ માસમાં ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ , કર્ણાટક માં પણ ચિંતાજનક રીતે કેસ વધ્યા છે. ઉત્તર પ્રદેશમાં જુલાઈ માસ દરમિયાન જ કુલ 32096 કેસ વધ્યા છે. 

જોકે , ઉત્તર પ્રદેશમાં ટેસ્ટની સંખ્યા 16 લાખે પહોંચી છે જ્યારે ગુજરાતમાં કુલ ટેસ્ટ હજુ 5.76 લાખ છે. જૂન માસના અંતે ગુજરાત માં ટેસ્ટની સંખ્યા 3.73 લાખ જ્યારે ઉત્તર પ્રદેશમાં 7.27 લાખ હતી. 

આમ, અન્ય રાજ્યોએ ટેસ્ટ નું પ્રમાણ પુષ્કળ વધાર્યું છે એટલે કેસ પણ વધુ સામે આવી રહ્યા છે જ્યારે ગુજરાત સરકાર શાહમૃગ નીતિ અપનાવી કેસ ઓછા કેમ આવે તે માટે પ્રયાસો કરી રહી છે.

Tags :