Get The App

વડોદરામાં કોરોના પોઝિટિવનો નવમો કેસ નોંધાયો, ગુજરાતમાં કુલ 53 કેસ નોંધાયા

Updated: Mar 30th, 2020

GS TEAM

Google News
Google News
વડોદરામાં કોરોના પોઝિટિવનો નવમો કેસ નોંધાયો, ગુજરાતમાં કુલ 53 કેસ નોંધાયા 1 - image

વડોદરા, તા. 28 માર્ચ 2020 શનિવાર

વડોદરામાં એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કોરોના શંકાસ્પદ મહિલા દર્દીનું આજે મોત થયું હતું. આ ઉપરાંત ગોત્રી હોસ્પિટલમાં દાખલ નડિયાદના વિપુલ પટેલને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે. તે સાથે વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક નવ થયો છે.

પાદરા તાલુકાના ડબકા ગામની સીતારા આરીફ પઠાણ નામની 35 વર્ષની યુવતીને કોરોનાના લક્ષણ સાથે દાખલ કરવામાં આવી હતી. તેનું આજે સારવાર દરમિયાન મોત થયું હતું.

વડોદરામાં કોરોના પોઝિટિવનો નવમો કેસ નોંધાયો, ગુજરાતમાં કુલ 53 કેસ નોંધાયા 2 - image 
જોકે તેનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બીજી તરફ ગોત્રી હોસ્પિટલમાં બે દિવસ પહેલા નડિયાદના નિખીલ પટેલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ શુક્રવારે રાત્રે નિખીલ પટેલના મિત્ર વિપુલ પટેલને પણ કોરોના પોઝિટિવ હોવાથી ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Tags :