કચ્છમાં કોરોના ફરી વકર્યો માંડવીમાં ૪ સહિત પાંચ કેસ

ભુજ,ગુરૃવાર
ગત રોજ બુાધવારે કચ્છમાં કોરોનાનો એક જ કેસ નોંધાતા રાહત અનુભવાઈ હતી પરંતુ આજે એક સાથે પાંચ કેસો નોંધાતા કચ્છવાસીઓમાં ફરી ફફડાટ ફેલાયો હતો. માંડવી પંથકમાં પુનઃ કેસોએ દેખા દેતા દરિયાઈ પટ્ટીના ગામોમાં સાવાધાની જરૃરી છે.
આરોગ્ય વિભાગની યાદી અનુસાર, કચ્છમાં આજે ભુજના ગ્રામ્ય વિસ્તારમાં એક જયારે માંડવી શહેરમાં ૧ અને બાકીના ત્રણ માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેસો નોંધાયા હતા. આમ, એક જ દિવસમાં પાંચ કેસો નોંધાતા લોકોમાં ભય પ્રસર્યો હતો. આજના પાંચ કેસો સાથે કચ્છમાં કુલ ૧૨૭૨૭ કેસો થયા છે. જો કે, આજે પાંચ દર્દીઓ સ્વસૃથ થતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. એકટીવ પોઝીટીવ કેસોનો આંક ૯ છે. તો આજે ૧૧૦૨૩ લોકોએ કોરોનાની પ્રાથમ રસીનો ડોઝ લીધો હતો. પહેલા લગ્ન ગાળો બાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો પ્રચાર અને મંગળવારે મત ગણતરીમાં ભારે એવી લોકોની ભીડ જોવા મળી હતી ત્યારે આગામી દિવસોમાં કોરોનાના કેસોમાં વાધારો થાય તેવી ભિતી સેવાઈ રહી છે.




