કોરોનાનો કહેર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 374 પોઝિટિવ કેસ, 274 નવા કેસ સાથે અમદાવાદ સૌથી મોખરે
રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 5428 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 80060 કોરોનાનાં ટેસ્ટ થયા
ગાંધીનગર, 3 મે 2020 રવિવાર
ગુજરાતમાં કોરોના વાયરસનો ભરડો સામાન્ય લોકો અને સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 374 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 28 લોકોના મોત થયા છે. જેથી રાજ્યમાં અત્યાર સુધી 1042 લોકો ઘરે ગયા છે.
જેમાં અમદાવાદમાં વધુ 274 કેસ નોંધાયા છે. તે સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 5428 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 80060 કોરોનાનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 5944 ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.
આજે રાજ્યમાં વધુ નવા 374 કેસ નોંધાયા છે. જેમાંથી હંમેશાની જેમ સૌથી વધુ કેસ અમદાવાદમાં 274, સુરતમાં 25, વડોદરામાં 25, ગાંધીનગરમાં 3, પાટણ 1, બનાસકાંઠા 7, મહેસાણામાં 21, મહીસાગર 10, બોટાદમાં 3 કેસ નોંધાયા છે. 28 લોકોના મૃત્યુ થયા છે. 4065 લોકો હાલ સારવાર હેઠળ છે અને 31 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 146 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 5428 થયો છે જયારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 3817 થયો છે.
વડોદરામાં દિવસેને દિવસે કોરોનાનું સંકટ વધી રહ્યું છે. વડોદરામાં વધુ 36 કેસ સામે આવ્યા છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. એકી સાથે આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવતા લોકોમાં ભયનો માહોલ છે.
તો કોરોનાને લઈને તંત્ર પણ હરકતમા આવ્યું છે. નવા 36 કેસ નોંધાતા વડોદરા શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 386 ઉપર પહોંચી ગઇ છે.
આજે વધુ એક મોત નોંધાતા મૃતકોનો આંક 25 પર પહોંચી ગયો છે. જ્યારે આજે વધુ ચાર પોઝિટિવ દર્દી રિકવર થયા રજા આપવામાં આવતા આંક 146 પર પહોંચ્યો છે. કુલ 225 સેમ્પલમાંથી 36 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.
તો બીજી તરફ મહિસાગરમાં પણ 11 નવા કેસ સામે આવ્યા છે અને દેવભૂમી દ્વારકામાં પણ ત્રીજો કેસ સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકામાં વધુ એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેવભૂમિ દ્વારકામાં પોઝિટિવ કેશ આંક 3 પર પહોંચ્યો છે.
અજમેરથી આવેલ સલાયા ગામની ૫૦ વર્ષીય મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝેટીવ આવ્યો છે. અજમેરથી આવેલા 10 માથી 3 વ્યક્તિ ના રિપોર્ટ પોઝિટિવ અને 7 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બેટ દ્વારકામાં આરોગ્ય વિભાગ નાં 70 સભ્યો કરી રહ્યા છે કામગીરી.