જૂનાગાઢના મયારામ આશ્રમમાં ટ્રસ્ટી પદને લઈને વિવાદ, તુલસીદાસ બાપુનો પૂર્વ ડેપ્યુટી મેયર પર ગંભીર આરોપ
Junagadh News : જૂનાગઢના મયારામ આશ્રમમાં ટ્રસ્ટી પદને લઈને વિવાદ સર્જાયો છે. આશ્રમના અન્ય ટ્રસ્ટીઓએ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને ટ્રસ્ટી તરીકે નીમવા મામલે તુલસીદાસ બાપુએ ગંભીર આક્ષેપ કર્યા છે કે, તેમની મરજી વગર નવા ટ્રસ્ટીઓ ઉમેરવામાં આવ્યા છે. સમગ્ર મામલે તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવાનું નક્કી કર્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, આશ્રમના આચાર્ય ટ્રસ્ટી તુલસીદાસ બાપુના જણાવ્યું હતું કે, ગિરીશ કોટેચાને અમે ઓળકતા જ નથી અને અંદરખાને ચૂપચાપ તેમનું નામ ટ્રસ્ટી તરીકે દાખલ કરવામાં આવ્યું છે. આશ્રમમાં પહેલા અનાથ, ગરીબ અને નિરાધાર બાળકોને નિઃશુલ્ક રહેવા-જમવા અને ભણાવવાની સુવિધા હતી. જોકે, હવે બાળકો પાસેથી પૈસા લેવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે.
બીજી તરફ, આશ્રમના હાલના મુખ્ય ટ્રસ્ટી હસમુખ ત્રિવેદીએ ગિરીશ કોટેચાની નિમણૂક ટ્રસ્ટના બંધારણ મુજબ અને 10માંથી 8 ટ્રસ્ટીઓની મંજૂરીથી કરવામાં આવી છે. એટલે સમગ્ર મામલે કરાયેલા આક્ષેપો પાયા વિહોણા છે. જ્યારે તુલસીદાસ બાપુ ટ્રસ્ટી નહોતા એટલે તેમની સહીની જરૂરત ન હતી.