ગિરનાર ફરવા જવાના હોવ તો ખાસ જાણી લેજો: દામોદર કુંડ સહિત જૂનાગઢના 37 સ્થળોએ જાહેર પ્રવેશ પર પ્રતિબંધ
Junagadh News : ચોમાસાની સિઝનમાં સારો એવો વરસાદ થતાં અનેક નદી-નાળા, તળાવો અને ડેમ છલકાય છે, તો રાજ્યમાં આવેલા ઝરણાં-ધોધ કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યા છે. ત્યારે અનેક લોકો ગીરનાર-જૂનાગઢ, સાપુતારા સહિત રાજ્યમાં આવેલા રમણીય સ્થળોએ મુલાકાતે જાય છે. પરંતુ ઘણી વખતે નદી, તળાવ, ડેમમાં ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા 5 ઓગસ્ટથી 10 ઓક્ટોબર સુધી 37 જેટલાં જળાશયો, નદી, ડેમ ખાતે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં દામોદર કુંડ સહિત જૂનાગઢના 37 સ્થળોએ જાહેર પ્રવેશને લઈને પ્રતિબંધ મૂક્તું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં નદી-નાળા, તળાવ, ડેમમાં ન્હાવા જતી વખતે ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેને ધ્યાનમાં જૂનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 હેઠળ જિલ્લામાં આવેલા જળાશયો, ડેમ સહિતના સ્થળોએ જાહેર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
37 સ્થળો પર જાહેર પ્રવેશ પર પ્રતિબંધ
જૂનાગઢ જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના 37 સ્થળોએ પર જાહેર પ્રવેશ પર પ્રતિબંધ છે. જેમાં દામોદર કુંડ, નરસિંહ મહેતા તળાવ, કાળવા નદી, સોનરખ નદી, ગણેશનગર ખાતે વાઘેશ્વરી તળાવ, બાદલપુર ડેમ, ઉબેણ ડેમ, જટાશંકર જંગલ વિસ્તાર, વીલિંગ્ડન ડેમ, નારાયણધરા, ઓઝત નદી પરનો ગુજરીયા ડેમ, ઓઝત નદી બંધ, હસ્નાપુર ડેમ, કોયલાણા-મટીયાણા ગામ નજીક ઓઝત નદી, સોનરખ નદી પરનો પાસવાળા ડેમ, મેદરડાની મધુવંતી નદી, અંબાજળ ડેમ, શાબરી, મધુવતી નદીઓ, કેશોદની નોળી નદીઓ, ભાખરવડ ડેમ, વડીયા ગામ કોઝવે, માળીયાહાટીનાનો કાળેશ્વર ડેમ, મેઘલપુલ, સમઢીયાળા ગામ પાસે ચેકડેમ, વંથલી ખાતે શાપુર ઓઝત, ખોરાસા ડેમ, માણાવદરનો બાંટવા ખારો ડેમ, સરાડીયા ગામ પાસે ભાદર નદી, કામનાથ મંદિર પાસે નોળી નદી, ધાફડ ડેમ, ઝાંઝેશ્રી ડેમ, સરસઈ ડેમ, મહુડા-મહુડી ડેમ, ઓઝત, ટીલોળી