Get The App

જલારામ બાપા વિશે ટિપ્પણી બાદ હવે વિવાદિત સાહિત્ય આવ્યું સામે, હરિભક્તોના ગ્રૂપમાં કરાયું વાઈરલ

Updated: Mar 4th, 2025

GS TEAM


Google News
Google News
જલારામ બાપા વિશે ટિપ્પણી બાદ હવે વિવાદિત સાહિત્ય આવ્યું સામે, હરિભક્તોના ગ્રૂપમાં કરાયું વાઈરલ 1 - image


Gyanprakash Swami Controversy: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ફરી એક અન્ય સ્વામીએ બફાટ કરતાં વિવાદ ઊભો થયો છે. વડતાલના સ્વામી જ્ઞાનપ્રકાશ સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદ વકર્યો છે. વિવાદિત નિવેદનના કારણે રઘુવંશી સમાજના લોકો ઉગ્ર પ્રતિક્રિયા સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય છે કે, વિવાદ વકરતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગીને વિવાદિત વીડિયો ડિલીટ પણ કરી દીધો છે. જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી લીધી પરંતુ, હવે સ્વામી ભક્તો જાણે તેમના બચાવમાં મેદાને ઉતર્યા છે અને જ્ઞાનપ્રકાશ સ્વામીની વાતને સાચી પુરવાર કરવા માટે એક પુસ્તકની PDF વાઈરલ કરી રહ્યા છે. જેના થકી જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે વિવાદિત નિવેદન આપ્યું તેનો બચાવ કરવામાં આવી રહ્યો છે. 

જલારામ બાપા વિશે ટિપ્પણી બાદ હવે વિવાદિત સાહિત્ય આવ્યું સામે, હરિભક્તોના ગ્રૂપમાં કરાયું વાઈરલ 2 - image

વાઈરલ પત્રિકામાં શું લખ્યું છે?

જ્ઞાનપ્રકાશ સ્વામીના વિવાદિત નિવેદન બાદ, સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોના ગ્રૂપમાં એક પત્રિકાની PDF વાઈરલ કરવામાં આવી છે. આ સાહિત્ય દ્વારા જાણે હરિભક્તો જ્ઞાનપ્રકાશ સ્વામીને બચાવવા મેદાને આવ્યાં છે. જેમાં 'અમર ઇતિહાસ' નામના પુસ્તકનું સાહિત્ય વાઈરલ થઈ રહ્યું છે. આ પુસ્તક સૌભાગ્યચંદ રાજદેવ નામના વ્યક્તિએ લખ્યું છે. જેમાં જલારામ બાપા અને ગુણાતિતાનંદ સ્વામીની મુલાકાત વિશે વાત કરવામાં આવી છે. પુસ્તકમાં લખ્યું છે કે, ગુણાતિતાનંદ સ્વામી જ્યારે ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમણે વીરપુરમાં જલારામ મંદિર ખાતે વિસામો લીધો હતો. આ દરમિયાન જલારામ બાપાએ તેમની સાથે જે પ્રકારે વિનમ્રતાથી વાતચીત કરી, તેનાથી પ્રસન્ન થઈ ગુણાતિતાનંદ સ્વામીએ જલારામ બાપાને આશિર્વાદ આપ્યા હતા કે, તમારી દિનપ્રતિદિન પ્રગતિ થશે. 

જલારામ બાપા વિશે ટિપ્પણી બાદ હવે વિવાદિત સાહિત્ય આવ્યું સામે, હરિભક્તોના ગ્રૂપમાં કરાયું વાઈરલ 3 - image

આ પણ વાંચોઃ જલારામ બાપા પર ટિપ્પણી: રૂપાલાએ કહ્યું- તમારી કોઈ હેસિયત નથી, બોલતા પહેલા અરીસામાં જુઓ

નોંધનીય છે કે, આ પુસ્તકમાં પણ એવો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે, જલારામ બાપાના મંદિરે જે ભંડારો ચાલી રહ્યો છે, તે ગુણાતિતાનંદ સ્વામીના આશિર્વાદથી ચાલી રહ્યો છે. જેના પરથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, હરિભક્તો આ પ્રકારની પત્રિકા વાઈરલ કરીને પોતાના સ્વામીનો બચાવ કરી રહ્યા છે. 


જલારામ બાપા વિશે ટિપ્પણી બાદ હવે વિવાદિત સાહિત્ય આવ્યું સામે, હરિભક્તોના ગ્રૂપમાં કરાયું વાઈરલ 4 - image

શું હતો વિવાદ? 

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામી સુરતના અમરોલીમાં સત્સંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે, 'જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતિત સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા હતા. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતિત સ્વામી પાસે આશિર્વાદ માંગ્યા હતા કે, સ્વામી મારું એક માત્ર લક્ષ્ય છે કે, અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતિત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. બાદમાં સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.'

જલારામ બાપા વિશે ટિપ્પણી બાદ હવે વિવાદિત સાહિત્ય આવ્યું સામે, હરિભક્તોના ગ્રૂપમાં કરાયું વાઈરલ 5 - image

આ પણ વાંચોઃ જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ માંગી માફી, રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ

જ્ઞાનપ્રકાશ સ્વામીએ માંગી માફી

જ્ઞાનપ્રકાશ સ્વામીના આ નિવેદનને લઈને જલારામ બાપાના ભક્તોમાં રોષ ભભુક્યો છે. આ વીડિયો વાઈરલ થતાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, વિવાદ વકરતાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ અન્ય એક વીડિયો શેર કરી માફી માંગી છે. 

માફી માંગતા વીડિયોમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું કે, 'સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત્-સત્ વંદન કરી મારી વાત રજૂ કરું છું. થોડા સમય પહેલાં મેં એક પુસ્તકમાં પ્રસંગ વાંચ્યો હતો. એ જ પ્રસંગ મેં અન્ય એક મેગેઝિનમાં પણ વાંચ્યો. મને લાગ્યું કે, આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. અયોધ્યામાં જલારામ બાપાએ જે કામ કર્યાં અને ભગવાનના થાળ અંગે જે વાતો છે, તે અંગે મેં વાત કરી હતી. તેમ છતાં જો કોઈપણ સમાજ કે વ્યક્તિને મારી વાતનું દુઃખ લાગ્યું હોય તો હું ખરા દિલથી તમામની માફી માંગુ છું. તેમજ આ વીડિયો પણ અમે તુરંત હટાવી દીધો છે.'

Tags :