Gujarat

ગુજરાતમાં કોંગ્રેસનો કાંટાળો તાજ હવે કોના શિરે.... પાટીદાર-ઓબીસી નેતાની પસંદગીની શક્યતા

By GS TEAM
25 Jun 20252 mins read
TukuTouch Logo
કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં ફરી કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. બંને બેઠકોની હારની જવાબદારી સ્વિકારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું છે. હવે ગુજરાત કોંગ્રેસનો કાંટાળો તાજ કોના શિરે મૂકાશે તે અંગે રાજકીય અટકળો તેજ બની છે.જોકે, પાટીદાર અથવા ઓબીસી નેતાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપાશે તેવી શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં કોંગ્રેસનો કાંટાળો તાજ હવે કોના શિરે.... પાટીદાર-ઓબીસી નેતાની પસંદગીની શક્યતા

Gujarat Congress News: કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં ફરી કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે.  બંને બેઠકોની હારની જવાબદારી સ્વિકારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું છે. હવે ગુજરાત કોંગ્રેસનો કાંટાળો તાજ કોના શિરે મૂકાશે તે અંગે રાજકીય અટકળો તેજ બની છે.જોકે, પાટીદાર અથવા ઓબીસી નેતાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપાશે તેવી શક્યતા છે. 

ગેનીબેન ઠાકોર, અમિત ચાવડાનું નામ ટોપ પર : પુંજા વંશ, પરેશ ધાનાણી, વિરજી ઠુમરના નામ પણ પ્રમુખપદની રેસમાં

મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પુરવા માટે ખુદ હાઇકમાન્ડે મોરચો સંભાળ્યો છે ત્યાં કડી અને વિસાવદર પેટાચૂંટણીમાં હારના બહાને શક્તિસિંહ ગોહિલે પ્રમુખપદેથી વિદાય લીધી છે આમ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતી સર્જાઇ છે. ગુજરાતમાં કોંગ્રેસની હાલત વધુને વધુ બદતર થઇ રહી છે તેમ છતાંય કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસિમાએ પહોચ્યો છે. એવુ જાણવા મળ્યું છે કે, શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂંકના વિવાદે જ શક્તિસિંહ ગોહિલનો ભોગ લીધો છે.  શહેર-જીલ્લા પ્રમુખોની પસંદગીમાં કાર્યકરોનો મત લેવાયો છતાંય અસંતોષનો ચરુ ઉકળ્યો છે. સોશિયલ મીડિયામાં ખુદ કાર્યકરો મળતિયાઓને હોદ્દા આપી દેવાયા છે તેવો ઉભરો ઠાલવી રહ્યાં છે. 

આ પણ વાંચો: Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 142 તાલુકા ભિંજાયા, 9 ઈંચ જેટલા વરસાદથી અહીં જળબંબાકાર

આ સંજોગોમાં હવે જ્યારે પ્રમુખપદ ખાલી પડ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસના માળખા પર પ્રભુત્વ જમાવી જમાવી શકે તેવા નેતાની શોધખોળ શરૂ થઇ છે. ચર્ચા છેકે, પ્રદેશ કોગ્રેસ પ્રમુખપદ માટે  સાંસદ ગેનીબેન ઠાકોર અને વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાના નામ ટોપ પર છે જ્યારે કોળી નેતા અને પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ, પરેશ ધાનાણી અને વિરજી ઠુમરના નામો પણ રેસમાં છે. હાઇકમાન્ડ હવે કોને ગુજરાત કોંગ્રેસની કમાન સોપે છે તે પર કાર્યકરોની નજર મંડાઇ છે. અત્યારે તો પ્રદેશ પ્રભારીએ હાઇકમાન્ડ સાથે વાટાઘાટો શરૂ કરી છે. 

અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બને તો જીજ્ઞેશ મેવાણી વિપક્ષનેતા બની શકે છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું છે ત્યારે નવા પ્રદેશ પ્રમુખની શોધખોળ શરૂ કરી છે. સૂત્રોનું કહેવુ છેકે, અમિત ચાવડા હાઇકમાન્ડની પહેલી પસંદ છે. જો અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવે તો વિધાનસભા વિપક્ષપદ ખાલી પડે તેમ છે. અમિત ચાવડાના સ્થાને યુવા અને આક્રમક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને વિધાનસભા વિપક્ષનેતા બનાવાય તો નવાઇ નહી. જ્યારે પાટણના ધારાસભ્ય કીરીટ પટેલને શેલેષ પરમારના સ્થાને ઉપનેતાપદ અપાશે.