'ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું', અમદાવાદમાં કોંગ્રેસની 'વોટર અધિકાર' જનસભામાં ગેનીબેનનું નિવેદન
Ahmedabad News : વોટચોરીના મામલે ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર 'વોટ ચોરી'નું ગંભીર ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગુજરાતમાં 62 લાખ જેટલાં બનાવટી મતદારો હોવાનું કોંગ્રેસનું કહેવું છે, તેવામાં આજે રવિવારે (31 ઓગસ્ટ) અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વોટર અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગેનીબેને ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. ગેનીબેને કહ્યું કે, 'ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું...'
અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા 'વોટ ચોર, ગાદી છોડ'ના બેનર હેઠળ વોટર અધિકાર જનસભા યોજવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન ગેનીબેને કહ્યું કે, 'પ્રજાના પ્રતિનિધિએ લોકોને આપેલા કામ પૂર્ણ નરે તો સત્તા પરિવર્તન માટે નાગરિકોને બંધારણમાં મતાધિકારી મળ્યો છે. પરંતુ ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યુ છે. વર્ષ 2017ની ચૂંટણી વખતે 7500 ખોટા મતદારો પકડાયા હતા, પરંતુ ચૂંટણપંચે કોઈ પગલા ન લીધા.'
આ પણ વાંચો: ગુજરાતમાં 'વોટ ચોરી'નો કોંગ્રેસનો આરોપ, કઈ 5 રીતે વોટ ચોરી થાય છે તેના પુરાવા આપ્યા
અમિત ચાવડાએ શું કહ્યું?
અમિત ચાવડાએ કહ્યું કે, 'કેન્દ્રીય મંત્રીના મત વિસ્તારમાં ખોટા મતદાર યાદી મળી આવવી એ શરમજનક વાત છે. ગુજરાતના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક સવાલો છે.'