જામનગરમાં કોર્પોરેટર ઉપર હુમલો કરવાના કેસમાં પકડાયેલા કોંગી કોર્પોરેટરની રિમાન્ડની મુદ્દત પુરી થતાં જેલ હવાલે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા કોર્પોરેટર અસલમ ખીલજી ઉપર હુમલો થયો હતો, જે હુમલો કરાવનાર આરોપી કોંગી કોર્પોરેટર અલ્તાફ ખફી સામે ગુનો નોંધાયો હતો. જે ફરાર થઈ ગયેલા કોંગી કોર્પોરેટરની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી, અને રિમાન્ડ મેળવાયા હતા, જે રિમાન્ડની મદદ પૂરી થતાં તેને જેલમાં મોકલી દેવાયા છે.
જામનગરના પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી ઉપર તેના જ વોર્ડના પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફીના ઈશારે કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ જે તે સમયે નોંધાવાઈ હતી. જેમાં કેટલાક આરોપીઓને ઝડપી લેવાયા હતા, પરંતુ કોંગી કોર્પોરેટર અલ્તાફ ખફીની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હતી અને અદાલતમાં રજુ કરી તેના દોઢ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડની મુદ્દત પુરી થઈ જતાં જેલ હવાલે થયા છે. પોલીસ પૂછપરછમાં પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે પોતાનું નામ અપાયું હોવાનું જણાવ્યું છે.








