રાજકોટ, 27 જાન્યુઆરી 2023 શુક્રવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યાના દોઢ મહિના બાદ કોંગ્રેસ હવે કોર્ટમાં પહોંચી છે. ટંકારા બેઠક પરથી કોંગ્રેસના હારેલા ઉમેદવાર લલિત કગથરાએ હાઈકોર્ટમાં પિટિશન ફાઈલ કરી ભાજપના વિજેતા ઉમેદવાર દુર્લભજી દેથરીયાએ ચૂંટણીના સોગંદનામામા અનેક ક્ષતિઓ રાખવાની સાથે ચૂંટણીપંચ સમક્ષ અનેક વિગતો છુપાવી હોવાનો આરોપ લગાવ્યો છે.
રિટર્નિંગ ઓફિસર અને ચૂંટણી પંચને પક્ષકાર બનાવવામાં
વિધાનસભાની ચૂંટણીમાં ટંકારા બેઠક પરથી હારેલા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમની સામે જીતેલા ઉમેદવાર દૂર્લભજી દેથરીયાના ઉમેદવારી ફોર્મમાં ક્ષતિ હોવા છતાં પણ રિટર્નિંગ ઓફિસરે તેમના ફોર્મ સ્વિકાર કર્યા છે. આ અરજીમાં રિટર્નિંગ ઓફિસર અને ચૂંટણી પંચને પણ પક્ષકાર બનાવવામાં આવે. આ મામલે તેમણે વિરોધ કરતા સુધારો કરવા સમય પણ આપવામા આવ્યો હતો. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.
દુર્લભજી દેથરિયાના ફોર્મમાં ઘણી બધી ક્ષતીઓ હોવાનો આક્ષેપ
તેમણે ઉમેર્યું હતું કે, મેં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફોર્મ ભર્યું હતું. મારી સામે દુર્લભજી દેથરિયાએ ફોર્મ ભર્યું હતું. પરંતુ દુર્લભજી દેથરિયાના ફોર્મમાં ઘણી બધી ક્ષતીઓ છે અને ઘણી બધી બાબતો છુપાવવામાં આવી છે. તે સમયે ફોર્મ ચકાસણી વખતે મેં વાંધો ઉઠાવ્યો હતો કે, દુર્લભજી દેથરિયાએ ફોર્મની અંદર ઘણી જગ્યા ખાલી છોડી છે. ચૂંટણીપંચની ગાઈડલાઈન છે કે, તમે કોઈ પણ જગ્યા ખાલી છોડી ન શકો અથવા લીટો ન કરી શકો. લીટો કર્યો હોય ત્યાં નોટ એપ્લિકેબલ અથવા લાગુ પડતું નથી એવું લખવું પડે.
જો આવું ન લખે તો ફોર્મ રદ ગણાય
જો આવું ન લખે તો ફોર્મ રદ ગણાય રિટર્નિંગ ઓફિસરે મારા વાંધાની સામે દુર્લભજીભાઈના પ્રતિનિધિને બે કલાકનો ટાઈમ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, લલિતભાઈએ તમારા ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો છે તેનો જવાબ આપો. તેમના એડવોકેટ આવ્યા, દુર્લભજીભાઈ આવ્યા અને રાજકીય પ્રેશર આપીને રિટર્નિગ ઓફિસર પાસે બાય હુક યા ક્રૂક ફોર્મ મંજૂર કરાવ્યું.

