સવારે સમાધાન અને 3 કલાકમાં ST કર્મચારીઓ ફરી રિસાયા
- એસટીના કર્મચારીઓએ યુનિયનના નિર્ણયનો અસ્વીકાર કરતાં સ્થિતિ પલટાઈ
ગાંધીનગર, તા. 21 સપ્ટેમ્બર, 2022,બુધવાર
આજે સવારે એસટી (ST) નિગમના કર્મચારીઓના આંદોલનનો અંત આવ્યો હતો અને તેને આંદોલનોના ચક્રવ્યૂહને તોડવામાં સરકારને સફળતા મળવાની શરૂઆત માનવામાં આવી હતી. જોકે એસટીના કર્મચારીઓએ યુનિયનના નિર્ણયનો અસ્વીકાર કર્યો છે અને માત્ર 3 જ કલાકમાં સ્થિતિ પલટાઈ ગઈ છે.
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચે અડધી રાતે બેઠક યોજાઈ હતી જેમાં એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. બેઠકમાં એસટી નિગમના વિવિધ યુનિયન સાથે તેમની ગ્રેડ પે, મોંઘવારી ભથ્થા સહિતની 25 જેટલી માગણીઓ અંગે ચર્ચા થઈ હતી અને આશરે 7 કલાક સુધી ચાલેલી બેઠકમાં તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
વધુ વાંચોઃ ગુજરાતના ST કર્મચારીઓની જીત, આંદોલન સમેટાયું
પૂર્ણેશ મોદીએ રાજ્ય સરકારના GRTC નિiમ હસ્તકના કર્મચારીઓને મળતા ભથ્થામાં રાજ્ય સરકાર દ્વારા નોંધપાત્ર વધારો કરવાની ખાતરી આપી હતી. સાથે જ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓની જે રજૂઆતો હતી તેને ધ્યાને લઈને ત્રણેય માન્ય યુનિયનોના હોદ્દેદારો સાથે બેઠક બાદ તમામની સહમતીથી માંગણીઓના હકારાત્મક ઉકેલ તેમજ પગારમાં વધારો કરવાના મહત્વના નિર્ણયની જાહેરાત કરી હતી.
જાણો ST નિગમના કર્મચારીઓની માગણી વિશે
1. રાજ્યના તમામ કર્મચારીઓની જેમ STના કર્મચારીઓને 34% DA આપવાની માગ
2. વર્ગ 4ના કર્મચારીઓને છેલ્લા 2 વર્ષથી નથી મળ્યું બોનસ તે તાત્કાલિક આપવા માગ
3. ડ્રાઇવર અને કંડક્ટરને 1900 ગ્રેડ પે આપવા માગ
4. ફિક્સ પેના કર્મચારીઓને 16,500ની બદલે બીજા 19,950 આપવા માગ
5. છેલ્લા 25 વર્ષમાં ભાડા ભથ્થામાં નથી થયો વધારો, તાત્કાલિક વધારો કરવા માગ
6. 2011 પહેલા ચાલુ નોકરીએ મરણ પામેલ કર્મચારીના વારસદારોને નોકરીની માગ
7. રજાના પગારની રોકડમાં ચૂકવણી
8. નિવૃત કર્મચારીઓને રજાના પગારનું ચુકવણું કરવું
9. નિગમના મહિલા કર્મચારીઓને રેસ્ટ રૂમની અલગ વ્યવસ્થા કરવા માગ
10. કામદાર વિરોધી 20/77નો પરિપત્ર રદ્દ કરવા માંગ
જાણો શું જાહેરાત કરાયેલી
- ફિક્સ પગારના કર્મીઓના વેતનમાં રૂપિયા 2,000 સુધીનો વધારો
- ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ–પેની અમલવારી કરીને તે મુજબનું ચુકવવાનું બાકી એરીયર્સ તા. 01 ઓક્ટોબર 2022 સુધીમાં ચુકવવું
- નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની 11% અસર સપ્ટેમ્બર-2022૨ અને પેઈડ ઈન ઓક્ટોબર 2022માં અસર આપવી, જયારે બાકી 3% મોંઘવારી ભથ્થાની અસર તા. 01 ફેબ્રુઆરી 2023થી આપવી. આમ 11% મોંઘવારી ભથ્થાના એરીયર્સની ૨કમ 3 હપ્તામાં ચુકવવાનું નકકી કરવામાં આવેલું.
સાથે જ કર્મચારીઓને આપવામાં આવતા ખાસ ભથ્થા, સ્પે.પે, રાત્રિ પાળી ભથ્થુ, કેશ એલાઉન્સ, ધોલાઈ ભથ્થુ, બુટ ભથ્થુ, લાઈન ભથ્થું, રાત્રિ રોકાણ ભથ્થુ, આઉટ સ્ટે એલાઉન્સ અને મેળા ભથ્થામાં નોંધપાત્ર સુધારો કરવાનો પણ નિર્ણય લેવાયો હતો.
ઉપરાંત નિગમના કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ પ્રમાણે નોશનલ, ઈન્ક્રીમેન્ટ અને સુધારેલ ગ્રેડ–પે ધ્યાને લઈને તે મુજબ ઓવરટાઈમ ચુકવવા નિર્ણય લેવાયો હતો. વર્ષ 2021-22ની હક્ક રજાનું રોકડમાં ચુકવણું તેમજ નિવૃત્ત કર્મચારીઓનું ચુકવણું આગામી 24 ઓક્ટોબર 2022 સુધીમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડ્રાઈવર કમ કંડક્ટરના સંવર્ગ રદ કરીને ડ્રાઈવર અથવા કંડક્ટર પૈકી તેમની પસંદગી મુજબ જે તે કક્ષામાં તેઓનો સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો હતો. વર્ષ 2020-21ના વર્ષના એક્સગ્રેસીયા બોનસનું ચુકવણું કરવાનો તેમજ નિગમ કક્ષાએ નવીન હેલ્પલાઈન નંબર પ્રસિધ્ધ કરીને આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો નિર્ણય લેવાયો હતો.
સવારે જે નિર્ણય લઈને આંદોલનનો અંત લાવવામાં આવેલો તેમાં નીચે મુજબના સુધારા સામેલ હતા