Get The App

ગરબા રાસ તો બારે માસ: નવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભાતીગળ રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
ગરબા રાસ તો બારે માસ: નવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભાતીગળ રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ 1 - image


Navratri 2025 : શક્તિની આરાધનાનો પાવન પર્વ નવરાત્રિ આગામી 22 સપ્ટેમ્બર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવશે. જેમાં અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટ, સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે નવરાત્રિની પૂર્વ સંધ્યાએ કલાસ્મૃતિ દ્વારા અમદાવાદમાં ભાતીગળ રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉનું આયોજન કરવામાં આવ્યું છે. 

અમદાવાદના સાયન્સ સિટી પાસે આગામી 21 સપ્ટેમ્બરે કલાસ્મૃતિ દ્વારા 'ગરબા-રાસ તો બારેમાસ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હુડો, અઠીંગો, માંડવડી, પ્રાચીન ગરબો, રાંદલ માનો ગરબો, ટિપણી, ગરબી, રાસ, મિશ્ર રાસ વગેરે પ્રસ્તુત થશે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના કલાકારો દ્વારા અસ્સલ કાઠિયાવાડી રાસ, રાસડા, ગરબા, ગરબી વગેરેની અદભૂત ઉત્પત્તિથી વિકાસ સુધીની માહિતી જાણવા મળશે. જેમાં જય વસાવડા સહિતના 

આ પણ વાંચો: ખેલૈયાઓ માટે મોટા સમાચાર: નવરાત્રિમાં 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી, અમદાવાદ પોલીસ કમિશનરે આપી માહિતી

તારીખ : 21 સપ્ટેમ્બર, રવિવાર 

સમય : સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી

સ્થળ : સાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, સાલ ઓડિટોરિયમ, સાયન્સ સિટીની સામે, અમદાવાદ


Tags :