Get The App

આણંદમાં નોકરી કરતી યુવતી પર સુરતના યુવકે દુષ્કર્મ ગુજારીને રૂ. 28 લાખ પડાવ્યાની ફરિયાદ

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
આણંદમાં નોકરી કરતી યુવતી પર સુરતના યુવકે દુષ્કર્મ ગુજારીને રૂ. 28 લાખ પડાવ્યાની ફરિયાદ 1 - image

લગ્ન કરવાની અને વિદેશ મોકલવાની લાલચ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી 

2022માં યુવતી સુરત ફરવા ગઇ ત્યારે યુવક સાથે પરિચય થયો હતો  મૂળ રાજકોટની યુવતીએ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાવ્યો

આણંદ: સુરતના એક યુવકે આણંદ ખાતે નોકરી કરતી એક યુવતીને વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રેમજાળમાં ફસાવી આણંદમાં અવારનવાર દુષ્કર્મ ગુજારી તેણીને વિદેશ મોકલવાના બહાને રૂપિયા ૨૮ લાખ પડાવી લઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે સુરતના યુવક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. 

અવારનવાર પ્રેમજાળમાં ફસાવી મોટા મોટા સપના બતાવી વિશ્વાસમાં લઈ છેતરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓ બની રહ્યાં છે. 

જેમાં યુવક-યુવતીઓએ બહુ મોટું ઋણ ચૂકવવું પડતું અને મસમોટી રકમ પણ ગુમાવવી પડતી હોય છે. ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મૂળ રાજકોટની અને હાલ આણંદ ખાતે નોકરી કરતી એક યુવતી વર્ષ ૨૦૨૨માં સુરત ખાતે ફરવા માટે ગઈ હતી. દરમિયાન તેણી સુરતના યુવક ધવલ ગોંડલિયાના પરિચયમાં આવી હતી અને આ પરિચય ધીરે ધીરે પ્રેમમાં પરિણમ્યો હતો. બાદમાં યુવકે આણંદ ખાતે આવીને અવારનવાર યુવતીને મળી તેણીને લગ્ન કરવાની લાલચ આપી તેણી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ યુવકે યુવતીને વિદેશ જવાની લાલચ આપી તેણી પાસેથી ટુકડે ટુકડે કરી રૂપિયા ૨૮ લાખ પડાવી લીધા હતા. બાદમાં યુવકે તેણી સાથે લગ્ન પણ નહીં કરી વિદેશ જવાની પણ કોઈ કાર્યવાહી કરી નહોતી. જેથી યુવતીને પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેણીએ આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુરતના યુવક ધવલ ગોંડલિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.