Gujarat

કોંગ્રેસ નેતા અને એક્ટર જયેશ ઠાકોર સામે પોક્સો હેઠળ ફરિયાદ, ફિલ્મમાં કામની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ

By GS TEAM
2 Oct 20251 min read
TukuTouch Logo
રાજકોટમાં ફિલ્મ નિર્માતા, એક્ટર કોંગ્રેસ નેતા જયેશ ઠાકોર સામે એક સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ છે. સમગ્ર મામલે સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપીએ સગીરાને ફિલ્મમાં રોલ આપવાનું કહીને અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતુ. આરોપીએ સગીરાની માતાને બહેન બનાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

કોંગ્રેસ નેતા અને એક્ટર જયેશ ઠાકોર સામે પોક્સો હેઠળ ફરિયાદ, ફિલ્મમાં કામની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ

Rajkot News : રાજકોટમાં ફિલ્મ નિર્માતા, એક્ટર કોંગ્રેસ નેતા જયેશ ઠાકોર સામે એક સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ છે. સમગ્ર મામલે સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપીએ સગીરાને ફિલ્મમાં રોલ આપવાનું કહીને અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતુ. આરોપીએ સગીરાની માતાને બહેન બનાવી હતી. 

પોલીસ ફરિયાદ મુજબ, ફિલ્મ નિર્માતા અને અભિનેતા જયેશ ઠાકોરે સગીરાને મોડેલિંગ અને ફિલ્મમાં રોલ અપાવવાની લાલચ આપીને સ્ટુડિયો સહિત વિવિધ જગ્યાએ સગીરા સાથે લગભગ 20થી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. જોકે, કોઈ રોલ ન આપી અને ફક્ત લાલચ આપી હોવાની સગીરાને જણાતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી હતી.  

આ પણ વાંચો: ગુજરાતમાં સલામતી નામ પૂરતી : અપહરણ કરાયેલા 734 લોકોનો કોઈ અતોપતો જ નથી

સમગ્ર ઘટનાને લઈને ગાંધીગ્રામ- 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરૂદ્ધમાં પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આરોપીના રિમાન્ડ મેળવવાની તજવજ હાથ ધરી છે.