50 વર્ષથી વધુ વયના કોમોર્બીડ કર્મચારીને ફિલ્ડમાં ફરજ નહી સોંપાય
સંક્રમણ ઓછું હોય ત્યાં ફરજ સોંપાશેઃ સંક્રમિત કર્મચારીઓ માટે ઇન્જેકશનનો ઉપલબ્ધ કરાવવા પણ સૂચના
.સુરત તા.28.જુલાઉ.2020.મંગળવાર
સુરત મહાનગરપાલિકાના 200 જેટલા કર્મચારીઓ કોરોના પોઝીટીવ થઈ ગયા છે અને 8 કર્મચારીના મોત થતા હવે 50 વર્ષથી વધુ વયના અને અન્ય બિમારી ધરાવતા કર્મચારીઓને સેન્સીટીવ વિસ્તારમાં ફિલ્ડમાં કામગીરી નહી સોંપવા નિર્ણય લેવાયો છે.
મ્યુનિ.ના 8 કર્મચારીના કોરોનાથી મૃત્યુ બાદ જુદા-જુદા યુનિય દ્વારા કર્મચારીઓની સુરક્ષા અને સારવાર અંગે રજૂઆત કરાઇ હતી. રજૂઆતો બાદ મ્યુનિ.કમિશ્નર બન્છાનિધિ પાની જીઆઈડીસીના એમ.ડી એમ. થેન્નારશન તથા ખાસ અધિકારી મિલિન્દ તોરવણે વચ્ચે એક બેઠક થઈ હતી. જેમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતાં મ્યુનિ.કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવે તો તેમને તાત્કાલિક અને ગુણવત્તાવાળી સારવાર આપવા આરોગ્ય વિભાગને સુચના આપી છે. આ ઉપરાંત તેમને ટોસિલિઝુમેબ તથા રેમેડિસિવીર ઈન્જીક્શન જરુર હોય તો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા તાકીદ કરી છે.
આ સાથે સાથે સુરત મહાગરપાલિકાના 50વર્ષથી મોટી ઉંમર ધરાવતાં તથા પ્રેશર શુગરની બિમારી હોય તેવા કોમોરબીડ કર્મચારીને સંક્રમણ વધારે છે તેવા સેન્સીટીવ વિસ્તારમાં કામગીરી નહી સોંપવા નિર્ણય લેવાયો છે. મ્યુનિ. કર્મચારીઓમાં સંક્રમણ વધતા ગુજરાત સરકારે માહિતી મગાવી હતી. ત્યારે જ સેનેટાઇઝીંગની કામગીરી કરતા મ્યુનિ.ના જંતુનાશક અધિકારી વાઘોડીયા પણ સંક્રમિત થયા છે.
...