Get The App

ફાઈવ સ્ટાર હોટલના ફૂડમાં વંદો , વસ્ત્રાપુરની હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળતા કિચન સીલ

ફરિયાદ મળે એ પછી જ મ્યુનિ.નું ફુડ વિભાગ કાર્યવાહી કરવાટેવાઈ ગયુ છે

Updated: Aug 1st, 2024

GS TEAM

Google News
Google News
ફાઈવ સ્ટાર હોટલના ફૂડમાં વંદો , વસ્ત્રાપુરની હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળતા કિચન સીલ 1 - image

     

  અમદાવાદ,બુધવાર,31 જુલાઈ,2024

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ફાઈવ સ્ટાર હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળતા આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ કરાયો હતો. ફૂડ વિભાગે વિડીયો જોયા બાદ સ્થળ ઉપર જઈ હયાત હોટલના કિચનને સીલ કર્યુ હતુ.ફરિયાદ મળે કે વિડીયો વાઈરલ થાય એ પછી જ કાર્યવાહી કરવા મ્યુનિ.નું ફૂડ વિભાગ ટેવાઈ ગયુ છે.

વસ્ત્રાપુરમાં આવેલી હોટલ હયાત ખાતે એક ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો.આ સમયે પીરસવામાં આવેલી સંભારમાંથી વંદો નીકળતા ત્યાં હાજર લોકોએ વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં વાઈરલ કર્યો હતો.મ્યુનિ.ના એડીશનલ એમ.ઓ.એચ.ડોકટર ભાવિન જોષીએ કહયુ,સંભારમાં જીવાત હોવાની ફરિયાદ અનુસંધાનમાં હોટલનું કિચન કલોઝર નોટિસ આપી સીલ કરાયુ છે.આ ઉપરાંત સેમ્સ પીઝા,નવરંગપુરા ખાતેથી લેવામાં આવેલા કોલ્ડીંકસમાં મચ્છર હોવાની મળેલી ફરિયાદ પછી આ એકમને સીલ કરવામાં આવ્યુ છે.

Tags :