Get The App

આણંદ મનપા વિસ્તારમાં 211 કર્મચારીઓ દ્વારા સફાઈ શરૂ કરાઈ

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
આણંદ મનપા વિસ્તારમાં 211 કર્મચારીઓ દ્વારા સફાઈ શરૂ કરાઈ 1 - image

- વરસાદે વિરામ લેતા અભિયાન હાથ ધરાયું

- રોગચાળો ફાટી ન નીકળે માટે કચરો ઉઘરાવવો, પાણી નિકાલ, દવાનો છંટકાવ શરૂ કરાયો

આણંદ : આણંદમાં વરસાદે વિરામ લેતા મનપા વિસ્તારમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે વિવિધ ટીમો બનાવીને ખાસ ઝુંબેશ સ્વરૂપે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ ખાસ સફાઈ ઝુંબેશ અંતર્ગત મનપા વિસ્તારમાં ૨૧૧ જેટલા સફાઈ કર્મચારીઓ દ્વારા દવાનો છંટકાવ, પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત નિયમિત રૂપે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદને કારણે જે રસ્તાઓ ઉપર ખાડાઓ પડયા છે તેને પૂરીને રોડ રિસરફેસિંગ અને પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. 

આણંદ મનપાના આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ ચોમાસામાં મચ્છરના ઉપદ્રવને અટકાવવા માટે ઘરની અંદર, બહાર અને ધાબા ઉપર ભરાયેલું પાણી ખાલી કરવા, પોરાનાશક કામગીરી કરવી અર્બન આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ઘેર ઘેર ફરીને કરવામાં આવી રહી છે. ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગૂનિયા જેવા રોગ અટકાવવા મનપા વિસ્તારમાં આવેલી સંસ્થાઓ, શાળા, કોલેજ, હોસ્પિટલો પણ કમ્પાઉન્ડમાં મચ્છરોનો ઉપદ્રવ ન થાય તેવા પગલાં ભરવા માટે પણ ખાસ અનુરોધ કરાયો છે. 

Tags :