અમદાવાદની જે. જી. યુનિવર્સિટીમાં મારામારી: સિક્યુરિટી ગાર્ડ્સ અને ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ ફરિયાદ

Ahmedabd News : અમદાવાદમાં મારામારી ઘટના સામે આવતી હોય છે, ત્યારે જે. જી. યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ્સ અને ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં ABVP કાર્યકરો પર હુમલો કરનાર 5 થી 6 સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે.
જે. જી. યુનિવર્સિટીમાં મારામારી
મળતી માહિતી મુજબ, જે.જી. યુનિવર્સિટી ખાતે કારોબારી ઘોષણા કરવા ગયેલા ABVPના કાર્યકરોને કોલેજના સંચાલકોએ કેમ્પસની બહાર જઈને કાર્યક્રમ કહેવા જણાવ્યું હતું. જેને લઈને ABVPના કાર્યકરો અને કોલેજના સંચાલકો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. આ દરમિયાન જે.જી. યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ્સે ABVPના કાર્યકરોને ડંડા વડે માર માર્યો હોવાનો આરોપ છે.
સમગ્ર ઘટનામાં કેટલાક કાર્યકરો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બનાવ અંગે જાણ થતાં વસ્ત્રાપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મારામારીની ઘટનાને લઈને સિક્યુરિટી ગાર્ડ્સ વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને પોલીસે આગાળની કાર્યવાહી હાથ ધરી છે.