Get The App

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં 10મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ: માત્ર 7 કલાકમાં કામગીરી પૂર્ણ

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં 10મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ: માત્ર 7 કલાકમાં કામગીરી પૂર્ણ 1 - image

Mumbai Ahmedabad Bullet Train Project : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં વધુ એક સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે. ગુજરાતના અમદાવાદમાં પ્રોજેક્ટના 10મા સ્ટીલ બ્રિજનું બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ કરી તેને લોન્ચ કરવામાં આવ્યો છે. આ 60 મીટર લાંબો સ્ટીલ બ્રિજ રેલવે ટ્રેકની નજીક સ્થિત પશ્ચિમ રેલ્વેની સુવિધા (લોન્ડ્રી) ઉપરથી પસાર થશે.

મહિનાઓનું ઝીણવટભર્યું આયોજન અને તૈયારી બાદ આ બ્રિજનું લોન્ચિંગ માત્ર 7 કલાકના અત્યંત ટૂંકા સમયગાળામાં ચોકસાઈ સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે અમદાવાદ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે લોન્ચ કરાયેલો આ પહેલો સ્ટીલ બ્રિજ છે.


બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં 10મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ: માત્ર 7 કલાકમાં કામગીરી પૂર્ણ 2 - image

માત્ર 7 કલાકમાં કામગીરી પૂર્ણ

485 મેટ્રિક ટન વજન ધરાવતા આ પુલને ટ્રાન્સવર્સ લોન્ચિંગ પદ્ધતિથી સ્થાપિત કરવામાં આવ્યો. આ માટે પુલને જમીનથી 16.5 મીટરની ઊંચાઈ પર અસ્થાયી ટ્રેસલ પર એસેમ્બલ કરાયો હતો. ત્યારબાદ સ્ટેબિલિટી માટે લૉકિંગ ટ્રૉલીના સપોર્ટ સાથે, 200-ટન ક્ષમતાવાળા બે સેમી-ઓટોમેટિક જેકની મદદથી માત્ર 7 કલાકમાં તેને સાઇડ-સ્લ્યૂ (બાજુમાં ખસેડવાની) કરીને તેની અંતિમ જગ્યાએ ગોઠવવામાં આવ્યો.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં 10મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ: માત્ર 7 કલાકમાં કામગીરી પૂર્ણ 3 - image

12 મીટર ઊંચાઈ અને 11.4 મીટર પહોળાઈ ધરાવતો આ પુલ વર્ધા (નાગપુર, મહારાષ્ટ્ર) ખાતે વિશેષ વર્કશોપમાં ફેબ્રિકેટ કરવામાં આવ્યો હતો અને તેને ખાસ ડિઝાઇન કરેલા ટ્રેલરનો ઉપયોગ કરીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. પુલના નિર્માણમાં લગભગ 20360 ટોર-શિયર પ્રકારના હાઇ સ્ટ્રેન્થ (ટીટીએચએસ) બોલ્ટ્સનો ઉપયોગ થયો છે, તેમજ વધારે ટકાઉપણા અને વાયબ્રેશન નિયંત્રણ માટે ઇલાસ્ટોમેરિક બેરિંગ્સ મૂકવામાં આવ્યા છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં 10મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ: માત્ર 7 કલાકમાં કામગીરી પૂર્ણ 4 - image

28 સ્ટીલ પુલ બનાવવાની યોજના

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન વિયાડક્ટ અમદાવાદમાં કુલ 31 ક્રોસિંગ્સમાંથી પસાર થશે, જેમાં રેલ્વે ટ્રૅક્સ, ફ્લાયઓવર્સ, નહેર, સાબરમતી નદી પર એક રિવર પુલ ક્રોસિંગ અને છ સ્ટીલ પુલ્સનો સમાવેશ થાય છે. સમગ્ર કોરિડોર માટે કુલ 28 સ્ટીલ પુલ બનાવવાની યોજના છે, જેમાંથી 17 ગુજરાતમાં અને 11 મહારાષ્ટ્રમાં છે.

Tags :