Get The App

રાજકોટમાં આંબેડકર જ્યંતીની રેલીમાં પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ, ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા

Updated: Apr 14th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટમાં આંબેડકર જ્યંતીની રેલીમાં પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ, ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા 1 - image


Dr. Babasaheb Ambedkar Jayanti 2025: આજે રાજ્યભરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જયંજ્યંતીની ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં દલિત સમાજ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. આ દરમિયાન શહેરના જિલ્લા પંચાયત ચોક પાસે બાઇક ઉપર સ્ટન્ટ કરતાં યુવકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા જેના લીધે પોલીસ અને લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઘર્ષણા દૃશ્યો સર્જાયા હતા. 

યુવકોએ રસ્તા પર બેસી જઈને વિરોધ વ્યક્ત કરતાં આક્ષેપ કર્યો હતો કે રેલી દરમિયાન પોલીસે બાઇક પર દંડા માર્યા  હતા. મામલો બગડતાં ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જિલ્લા પંચાયત ચોકમાં બબાલ થતાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને રાજકોટની શાંતિ ડહોળાય નહીં તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર મામલાને શાંત પાડતાં રેલી ફરી આગળ વધી હતી. 

Tags :