અમરેલીના બાબરામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 9 ઈજાગ્રસ્ત

Amreli News : અમરેલીના બાબરામાં લગ્ન પ્રસંગ દરમિયાન ઘોડીને ટ્રેક્ટર અડી જતાં બે જૂથ વચ્ચે અથડામણ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં એક વ્યક્તિનું મોત અને 9 વ્યક્તિને ઈજા પહોંચી છે. સમગ્ર મામલ જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાબરામાં બે જૂથ વચ્ચે અથડામણ
મળતી માહિતી મુજબ, અમરેલીના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સમગ્ર ઘટનામાં 9 જેટલાં લોકો ઈજાગ્રસ્ત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: જૂનાગઢના મેંદરડામાં જાતિગત ભેદભાવ રાખી યુવક સાથે અત્યાચાર, 6 સામે એટ્રોસિટીની ફરિયાદ
જૂથ અથડામણની ઘટનાને લઈને એસપી-ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઘટનાને પગલે ગામમાં પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


