Get The App

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આવતીકાલે યોજાનારી મોક ડ્રીલ મોકૂફ, ટૂંક સમયમાં નવી તારીખ થશે જાહેર

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આવતીકાલે યોજાનારી મોક ડ્રીલ મોકૂફ, ટૂંક સમયમાં નવી તારીખ થશે જાહેર 1 - image


Mock Drill Postponed: જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી. ત્યારબાદ ભારત સરકારના આદેશ હેઠળ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આવતીકાલ (29 મે) ફરી એકવાર મોક ડ્રીલ કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી મોક ડ્રીલ સ્થગિત કરી દેવાઈ છે. નવી તારીખની આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે.

'ઓપરેશન શીલ્ડ' એક્સસાઇઝ વહીવટી કારણોસર મોકૂફ

નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ એ.એ. શેખએ જણાવ્યું છે કે, 'ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 29 મે 2025ના રોજ દેશની પશ્ચિમ સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં 'ઓપરેશન શીલ્ડ' નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઇઝ યોજાવાની સૂચના આપી હતી. પરંતુ ભારત સરકારના ડી.જી.સી.ડી.ના મેસેજથી ઉપરોક્ત 'ઓપરેશન શીલ્ડ' નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઇઝ વહીવટી કારણોસર હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. નવી તારીખો નવેસરથી જાણ કરવામાં આવશે.'

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આવતીકાલે યોજાનારી મોક ડ્રીલ મોકૂફ, ટૂંક સમયમાં નવી તારીખ થશે જાહેર 2 - image

હાલ પાકિસ્તાનથી જોડાયેલા ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી  'ઓપરેશન શિલ્ડ' મોક ડ્રીલનો આદેશ અપાયો હતો, તેને સ્થગિત કરી દેવાયો છે.

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આવતીકાલે યોજાનારી મોક ડ્રીલ મોકૂફ, ટૂંક સમયમાં નવી તારીખ થશે જાહેર 3 - image

આ પણ વાંચો: આસામ પોલીસ સામે 171 ફેક એન્કાઉન્ટરનો આરોપ, સુપ્રીમ કોર્ટે માનવ અધિકાર પંચને સોંપી તપાસ





Tags :