Get The App

પાવીજેતપુર: વાંકી ગામ પાસે બે ST બસ અને ઈકો કારનો અકસ્માત, મુસાફરોને ઈજા, ટ્રાફિકજામ સર્જાયો

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
પાવીજેતપુર: વાંકી ગામ પાસે બે ST બસ અને ઈકો કારનો અકસ્માત, મુસાફરોને ઈજા, ટ્રાફિકજામ સર્જાયો 1 - image


Chhota Udepur News: પાવીજેતપુર તાલુકાના વાંકી ગામ પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે સરકારી એસ.ટી. બસો સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસની પાછળ આવી રહેલી એક ઈકો ગાડીને પણ નુકસાન થયું હતું. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કેટલાક મુસાફરોને સામાન્ય ઇજાઓ થઈ છે.

ઘટનાની વિગતો

આજે સવારે લગભગ ૭:૩૦ વાગ્યાની આસપાસ, છોટાઉદેપુરથી રાધનપુર જઈ રહેલી અને પાલનપુરથી છોટાઉદેપુર આવી રહેલી બે બસો વાંકી ગામના ત્રણ રસ્તા પાસે સામસામે અથડાઈ. આ વિસ્તારમાં સિહોદ ગામનો બ્રિજ તૂટી જવાથી વાહનવ્યવહાર આ વૈકલ્પિક માર્ગ પરથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે ટ્રાફિકનું ભારણ વધારે રહે છે.

પાવીજેતપુર: વાંકી ગામ પાસે બે ST બસ અને ઈકો કારનો અકસ્માત, મુસાફરોને ઈજા, ટ્રાફિકજામ સર્જાયો 2 - image

અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બસને મોટું નુકસાન થયું હતું. બસની પાછળ ચાલી રહેલી ઈકો કાર પણ અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટનામાં બસમાં સવાર કેટલાક મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતા ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: દાનમાં મળેલા હાથથી મૃતક ડોનરના ભાઈને બાંધી રાખડીઃ હિન્દુ-મુસ્લિમ એકતા સાથે સર્જાયા માનવતાના ભાવસભર દ્રશ્યો

ટ્રાફિકજામ અને વાહનવ્યવહારને અસર

અકસ્માત બાદ બંને બસો રસ્તા વચ્ચે ઊભી રહી જતાં લગભગ ૨ કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ સર્જાયો હતો. વાહનોની લાંબી કતારો લાગી જતાં વાહનચાલકો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને સામાન્ય બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર વૈકલ્પિક માર્ગો પર સલામતીના પ્રશ્નો ઊભા કર્યા છે.

Tags :