નસવાડી તાલુકામાં સરકારી વિભાગે એક જ ગામના બે અલગ અલગ નામ પાડતા લોકો મુંઝાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: નસવાડી તાલુકા શિક્ષણ વિભાગ અને રેવન્યુ રેકોર્ડમાં ભાકા ગામ લખેલું છે, જ્યારે સ્ટેટ આર એન્ડ બી વિભાગે જે વિલેજ બોર્ડ માર્યું છે તેમાં ભાખા ગામ લખેલું છે. બે અલગ અલગ વિભાગોએ ગામના નામના અલગ અલગ બોર્ડ મારેલા છે.
શિક્ષણ વિભાગ અને રેવન્યુ રેકોર્ડમાં ભાકા ગામ જ્યારે સ્ટેટ આર એન્ડ બી વિભાગના બોર્ડમાં ભાખા નામ
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી કવાંટ રોડ ઉપર ભાકા ગામ આવેલું છે. આ રસ્તો સ્ટેટ આર એન્ડ બી વિભાગની માલિકીનો છે. આ વિભાગ દ્વારા ગામના નામનું વિલેજ બોર્ડ માર્યું છે તેમાં ભાખા નામ લખ્યું છે. જ્યારે પ્રાથમિક શાળાના બિલ્ડિંગ અને ખેતીની જમીનના રેવન્યુ રેકોર્ડમાં સાત બારની નકલમાં ભાકા નામ લખેલું આવે છે.
આ પણ વાંચો: ક્ષોભજનક સ્થિતિ : વેરાવળમાં ભાજપના મહિલા ઉમેદવારો 'ઘેરહાજર', પતિદેવો મંચ પર બિરાજ્યા
સ્ટેટ આર એન્ડ બી વિભાગ બોર્ડમાં અલગ નામ લખે છે. છોટા ઉદેપુર જિલ્લાના મુખ્ય માર્ગને જોડતા રસ્તા ઉપર આ ગામ આવેલું હોવાથી ભારે ચર્ચાસ્પદ બન્યું છે. જ્યારે સરકારી વિભાગો અલગ અલગ બોર્ડ મારે છે અને અલગ અલગ બોર્ડ ગામમાં જોવા મળી રહ્યા છે. રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો પણ વિમાસણમાં મુકાઈ જાય છે. સ્ટેટ આર એન્ડ બી વિભાગે વિલેજ બોર્ડ મારતી વખતે રેવન્યુ રેકોર્ડ અને પ્રાથમિક શાળાના બોર્ડ જોઈને મારવા જોઈએ એવું ગ્રામજનોનું કહેવું છે.
હાલ તો બહારથી આવનાર વાહન ચાલકો પણ અલગ અલગ ગામના નામના બોર્ડ જોઈને ગામમાં પ્રવેશવા માટે ગામ સાચું છે કે નહીં તેની ચકાસણી કરે છે.









