Get The App

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ: કચ્છનું 'છારી-ઢંઢ' હવે આંતરરાષ્ટ્રીય નકશા પર, જાણો કેમ આ વેટલેન્ડ છે ખાસ

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતને મળી 5મી રામસર સાઇટ: કચ્છનું 'છારી-ઢંઢ' હવે આંતરરાષ્ટ્રીય નકશા પર, જાણો કેમ આ વેટલેન્ડ છે ખાસ 1 - image


ની 

Chhari Dhandh Becomes Kutch First Ramsar Site: પક્ષી અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતના નામે વધુ એક મોટી સિદ્ધિ જોડાઈ છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારના છેડે આવેલ ‘છારી-ઢંઢ’ કન્ઝર્વેશન રિઝર્વને હવે સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ‘રામસર સાઇટ’ (Ramsar Site) તરીકે જાહેર કરવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ છે. 

વિશ્વ વેટલેન્ડ્સ ડે પહેલા કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

2 ફેબ્રુઆરી 2026 ના 'વિશ્વ વેટલેન્ડ્સ દિવસ' પહેલા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી  ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ જાહેરાત કરી હતી. ભારતની રામસર સાઇટ્સની સંખ્યા 2014માં 26 હતી, જે હવે વધીને 98 પર પહોંચી ગઈ છે. ગુજરાતના છારી-ઢંઢની સાથે ઉત્તરપ્રદેશના પટના પક્ષી અભયારણ્યને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ: કચ્છનું 'છારી-ઢંઢ' હવે આંતરરાષ્ટ્રીય નકશા પર, જાણો કેમ આ વેટલેન્ડ છે ખાસ 2 - image

ગુજરાતમાં હવે કુલ 5 રામસર સાઇટ્સ

ગુજરાત અગાઉથી જ વેટલેન્ડ સંરક્ષણમાં દેશમાં અગ્રેસર રહ્યું છે. છારી-ઢંઢના ઉમેરા સાથે રાજ્યમાં હવે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રામસર સાઇટ્સની સંખ્યા વધીને પાંચ થઈ છે,

ગુજરાતની રામસર સાઇટ્સની યાદી:

1. નળ સરોવર પક્ષી અભયારણ્ય (અમદાવાદ/સુરેન્દ્રનગર)

2. થોળ પક્ષી અભયારણ્ય  (મહેસાણા)

3. ખીજડીયા પક્ષી અભયારણ્ય  (જામનગર) 

4. વઢવાણા વેટલેન્ડ  (વડોદરા)

5. છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ (નવી ઉમેરાયેલી)

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ: કચ્છનું 'છારી-ઢંઢ' હવે આંતરરાષ્ટ્રીય નકશા પર, જાણો કેમ આ વેટલેન્ડ છે ખાસ 3 - image

આ પણ વાંચો: ગુજરાત બિન હથિયારી PSI ભરતી: ક્વોલિફાય ઉમેદવારોનું લિસ્ટ જાહેર, જાણો ક્યારે શરૂ થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન

નામની સાર્થકતા અને ભૌગોલિક વિશેષતા

કચ્છી ભાષામાં ‘છારી’ એટલે ક્ષારવાળી અને ‘ઢંઢ’ એટલે છીછરું સરોવર. અંદાજે 227 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ રણ અને ઘાસના મેદાનની વચ્ચે એક અદભૂત નિવસનતંત્ર ધરાવે છે. વર્ષ 2008માં તેને ગુજરાતનું પ્રથમ ‘કન્ઝર્વેશન રિઝર્વ’ જાહેર કરવામાં આવ્યું હતું.

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ: કચ્છનું 'છારી-ઢંઢ' હવે આંતરરાષ્ટ્રીય નકશા પર, જાણો કેમ આ વેટલેન્ડ છે ખાસ 4 - image

પક્ષીઓ અને વન્યજીવોનું આશ્રયસ્થાન

છારી-ઢંઢ ખાતે પક્ષીઓની 250થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. શિયાળા દરમિયાન સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપથી 30 હજારથી 40 હજાર જેટલા કોમન ક્રેન (કુંજ), પેણ, અને હંજ (ફ્લેમિંગો) અહીં ડેરો જમાવે છે. ડાલમેશિયન પેલિકન, ઓરિએન્ટલ ડાર્ટર અને બ્લેક-નેક્ડ સ્ટોર્ક જેવા લુપ્તપ્રાય પક્ષીઓનું આ ઘર છે. પક્ષીઓ ઉપરાંત અહીં ચિંકારા, રણ લોમડી (Desert Fox), હેણોતરો (Caracal), રણ બિલાડી અને વરુ જેવા પ્રાણીઓ પણ સુરક્ષિત રીતે વસે છે.

રામસર સાઇટ બનવાથી શું ફાયદો થશે?

આ આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી છારી-ઢંઢના સંરક્ષણ માટે વૈશ્વિક માપદંડો મુજબ ભંડોળ અને ટેકનિકલ સહાય પ્રાપ્ત થશે. ઇકો-ટૂરિઝમનો વિકાસ: પ્રવાસન ક્ષેત્રે કચ્છની ઓળખ વધુ મજબૂત બનશે. સ્થાનિક સ્તરે પ્રવાસન અને સંરક્ષણ પ્રવૃત્તિઓ દ્વારા રોજગારીની તકો ઊભી થશે. આ ઉપરાંત જૈવ વૈવિધ્યતાના જતન માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું મોનિટરિંગ થશે.

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ: કચ્છનું 'છારી-ઢંઢ' હવે આંતરરાષ્ટ્રીય નકશા પર, જાણો કેમ આ વેટલેન્ડ છે ખાસ 5 - image

વેટલેન્ડ ક્ષેત્રે ગુજરાતનો દબદબો

ભારતના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના 21 ટકા કરતા વધુ હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે. રાજ્યમાં અંદાજે 3.5 મિલિયન હેક્ટર વિસ્તારમાં વેટલેન્ડ્સ ફેલાયેલા છે, જે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના 17.8 ટકા જેટલો ભાગ છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન દ્વારા આ ઇકોસિસ્ટમના સંરક્ષણ માટે સતત વૈજ્ઞાનિક સંશોધનો કરવામાં આવે છે.

છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વની અન્ય તસવીરો

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ: કચ્છનું 'છારી-ઢંઢ' હવે આંતરરાષ્ટ્રીય નકશા પર, જાણો કેમ આ વેટલેન્ડ છે ખાસ 6 - image

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ: કચ્છનું 'છારી-ઢંઢ' હવે આંતરરાષ્ટ્રીય નકશા પર, જાણો કેમ આ વેટલેન્ડ છે ખાસ 7 - image

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ: કચ્છનું 'છારી-ઢંઢ' હવે આંતરરાષ્ટ્રીય નકશા પર, જાણો કેમ આ વેટલેન્ડ છે ખાસ 8 - image

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ: કચ્છનું 'છારી-ઢંઢ' હવે આંતરરાષ્ટ્રીય નકશા પર, જાણો કેમ આ વેટલેન્ડ છે ખાસ 9 - image