વિશ્વમાં ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા પાછળ 24 ટકા તો રાસાયણિક કૃષિ જ જવાબદાર

આત્મનિર્ભર ભારત માટે પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે વર્કશોપમાં રાજયપાલનું સંબોધન, પ્લાસ્ટિક પ્રાકૃતિક કાફેનું ઉદઘાટન કરી હ્યુમન લાઈબ્રેરીની મુલાકાત લીધી
જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધન કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોમગની સમસ્યા માટે રાસાયણિક કૃષિનો ૨૪ ટકા ફાળો છે. આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ખેડૂત અને ખેતીની આત્મનિર્ભરતા આવશ્યક છે અને એ માટે પ્રાકૃતિક કૃષિ શ્રે ઉપાય છે.
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. તેઓએ આઝાદ ચોક નજીક પ્લાસ્ટિક પ્રાકૃતિક કાફેનું ઉદઘાટન કરી કલેક્ટર કચેરી ખાતે હ્યુમન લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી. બાદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કૃષિ યુનિ. ખાતે યોજાયેલી ખેડૂતોની કાર્યશાળાને સંબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ દેશની ખાધ્યાન્નની જરૂરિયાતને પુરી કરવા હરિત ક્રાતિના માધ્યમથી રાસાયણિક કૃષિ એ સમયની માંગ હતી. પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામેં આવી રહ્યા છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી જળ-જમીન અને પર્યાવરણ દુષિત થઇ ગયા છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન સતત ઘટવાને કારણે જમીન બંજર બનતી જાય છે. રાસાયણિક કૃષિમાં કૃષિ ખર્ચ સતત વધી રહ્યો છે અને ઉત્પાદન દિન-પ્રતિદિન ઘટતું જાય છે. જેના પરિણામે ખેડૂતોની આથક સ્થિતિ કથળી રહી છે. રાસાયણિક કૃષિથી ઉત્પાદિત ખાદ્યાન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીઝ જેવા અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે. ગ્લોબલ વોમગની સમસ્યા માટે રાસાયિક કૃષિનો 24 ટકા જેટલો ફાળો રહેલો છે. રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબુત વિકલ્પ છે. આથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય એ જરૂરી છે.
રાજ્યપાલે જણાવ્યું હતું કે, દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જેટલા સુક્ષ્મ જીવાણું હોય છે. આ પદ્વતિમાં એક દેશી ગાયની મદદથી 30 એકર ભૂમિમાં ખેતી થઇ શકે છે. ગાયનું ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ-ગૌમૂત્ર, દાળનું બેસન, ગોળ અને માટીના મિક્ષણથી બનતા જીવામૃત-ઘનજીવામૃત પ્રાકૃતિક કૃષિ પદ્વતિમાં પ્રાકૃતિક ખાતર તરીકે કાર્ય કરે છે. જેનાથી જમીનમાં સુક્ષ્મજીવો અને અળસિયા જેવા મિત્રજીવોની વૃદ્વિ થાય છે અને જમીન ફળદ્વુપ બને છે. અળસિયા જમીનમાં અસંખ્ય છેદ બનાવે છે. જેનાથી જમીનને ઓકસીજન મળે છે અને કુદરતી રીતે જળસંચય પણ થાય છે. આ કૃષિ પદ્વતિમાં જમીનને કૃષિ અવશેષોથી ઢાંકવા માટે આચ્છાદન અર્થાત મલ્ચીંગ કરવામાં આવે છે. જેનાથી જમીનને ઉંચા તાપમાન સાથે રક્ષણ મળે છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન હોવામાં ઉડતો અટકે છે અને જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. તેમણે પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાકના મહત્વને પણ સમજાવ્યું હતું.

