અમરેલીના છેલણા ગામમાં હડકાયા શિયાળનો આતંક, મહિલા સહિત ત્રણને બચકાં ભર્યા
Amreli Jackal Attack: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના છેલણા ગામ નજીક એક હડકાયા શિયાળનો આતંક જોવા મળ્યો હતો. હડકવા ઉપડતા શિયાળે એક મહિલા સહિત ત્રણ ગ્રામજનોને બચકાં ભરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.
શું હતી ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના છેલણા ગામ નજીક બની હતી. શિયાળ અચાનક ગામમાં ઘૂસી આવ્યું હતું અને રસ્તામાં જે મળ્યું તેના પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં એક મહિલા અને અન્ય બે વ્યક્તિઓ શિયાળના નિશાન બન્યા હતા. શિયાળે તેમને બચકા ભરી લીધા હતા.
આ પણ વાંચોઃ સુરતના અડાજણમાં 24 કલાક ઓક્સિજન આપતા પીપળા સહિતના મોટા વૃક્ષો કાપી નાંખ્યા
આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અન્ય બે ઈજાગ્રસ્તોને સ્થાનિક સ્તરે સારવાર આપવામાં આવી રહી છે.
શિયાળને હડકવા ઉપડ્યો?
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, શિયાળને હડકવા ઉપડ્યો હતો, જેના કારણે તે આક્રમક બન્યું હતું. લોકોને બચકાં ભર્યા બાદ થોડા સમયમાં જ શિયાળનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચોઃ રહાડપોર ગામ ખાતે ડ્રેનેજ લાઈન ચોકઅપ થવા મામલે પાડોશીઓ બાખડયા : સાત વિરુદ્ધ ગુનો નોંધાયો
વન વિભાગે હાથ ધરી તપાસ
આ ઘટના અંગે જાફરાબાદ વનવિભાગ દ્વારા તાપસ હાથ ધરવામાં આવી છે. વનવિભાગના અધિકારીઓએ ગામની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આવી ઘટનાઓ ફરી ન બ બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે તેમ વનવિભાગે જણાવ્યું હતું. ગામલોકોમાં આ ઘટનાને પગલે ભયનો માહોલ છવાયો છે.