દિવાળીના તહેવારોમાં દ્વારકાધીશ મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર, જાણો નવો કાર્યક્રમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| પ્રતિકાત્મક તસવીર |
Devbhumi Dwarka News : ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં આવેલા પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે હજારો સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. તેવામાં આગામી દિવાળીના પવિત્ર તહેવારને લઈને સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરના દર્શન અને કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
દ્વારકાધીશ મંદિરના સમયમાં ફેરફાર
20 ઑક્ટોબર, સોમવાર (દિવાળી)
- મંગળા આરતી સવારે 5:30 વાગ્યે
- સ્નાન દર્શન સવારે 6:30થી 7:30 વાગ્યે બંધ
- અન્નકૂટ ઉત્સવ (નિત્ય ક્રમ મુજબ)
- અનોસર દર્શન બંધ બપોરે 1 વાગ્યે
- ઉત્થાપન સાંજે 5 વાગ્યે
- હાટડી દર્શન રાતે 8:15 વાગ્યે
- શયન આરતી રાતે 9:45 વાગ્યે
21 ઑક્ટોબર, મંગળવાર
- મંગળા આરતી: સવારે 6:30 વાગ્યે
- ગોવર્ધન પૂજા: સવારે 11:30 વાગ્યે
- અનોસર દર્શન બંધ: બપોરે 1 વાગ્યે
- અન્નકૂટ દર્શન: સાંજે 5 થી 7 વાગ્યા સુધી
- શયન આરતી રાત્રે 9:45 વાગ્યે
તમને જણાવી દઈએ કે, 22 ઑક્ટોબરના રોજ નૂતન વર્ષ અને 23 ઑક્ટોબરે ભાઈબીજના દિવસે દર્શન નિત્યક્રમ મુજબ રહેશે.









