ગુજરાત પોલીસના 118 પોલીસ કર્મીઓને ચંદ્રક એનાયત, ઉત્કૃષ્ટ સેવા બદલ કરાયું સન્માન
Gujarat Police : ગુજરાત પોલીસમાં ઉત્કૃષ્ટ સેવા બદલ રાજ્યના પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે યોજાયેલા સમારોહમાં 118 પોલીસ કર્મીને ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે. આ સમારોહમાં રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી હાજર રહ્યા હતા.
ગુજરાત પોલીસના 118 પોલીસ કર્મીઓને ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેડલ્સ મેળવનાર સૌ પોલીસ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, યુનિફોર્મ સર્વિસમાં જ્યારે કોઈ અધિકારી-કર્મચારીના વર્દી ઉપર ચંદ્રક, પદક, કે બેઝ લાગે છે, ત્યારે તેઓ મનમાં ગર્વ અનુભવે છે. રાજ્યના અધિકારીઓ-કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરી અલંકૃત કરવામાં આવ્યા છે.