અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન, બ્રેઇનડેડ પિતાના હૃદય, લીવર, કિડની અને આંખોનું કરાયું દાન
Ahmedabad News : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 'રાષ્ટ્રીય અંગદાન દિવસ' (3 ઓગસ્ટ)ના બે દિવસ પહેલા 202મું અંગદાન થયું છે. જેમાં સિવિલ હોસ્પિટલને લીવર, હૃદય, બે કિડની, બે આંખોનું દાન મળ્યું હોવાનું સામે આવ્યું છે. પુત્રનું બ્રેઈનડેડ થતાં પિતાએ પુત્રના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
મળતી માહિતી મુજબ, અમદાવાદના સૈજપુર બોઘાના ધીરજભાઈ છેલ્લા ઘણાં સમયથી ખેંચની બીમારીથી પીડત છે. ગંભીર બીમારીથી પીડિતા ધીરજભાઈનું બ્રેઈનડેડ થતાં પિતા ગણપતભાઈએ અંગદાનનો નિર્ણય કર્યો હતો.
ગણપતભાઈએ જણાવ્યું હતું કે, ધીરજ લાંબા સમયથી બીમારીથી પીડાતો હતો. એટલે હું બીમારીથી પીડિત વ્યક્તિની પરિસ્થિતિને સારી રીતે સમજી શકુ છું. જેથી બીમારીથી પીડિતને નવું જીવન મળે અને સારુ જીવન જીવી શકે તે માટે મારા પુત્રના અંગોનું દાન કરવાનું વિચાર્યુ.