25 વર્ષના ભાજપના શાસનમાં બંગલા-રિસોર્ટ, હજારો ઝૂંપડાના દબાણોએ ચંડોળા તળાવને પચાવી પાડ્યું
Chandola Lake Devlopement: અમદાવાદનુ ચંડોળા તળાવ ડેવલપ કરવા રાજય સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યુ હતુ.વર્ષોથી આ તળાવમાં ગેરકાયદેસર બંગલા,રિસોર્ટ અને અંદાજે બે હજાર ઝૂંપડાના દબાણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની રહેમનજર હેઠળ ફૂલ્યાફાલ્યા હતા. સામાન્ય માનવીના ઓટલા તોડી પાડતા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ચંડોળા તળાવમાં થતાં ગેરકાયદે બાંધકામોને નજર અંદાજ કર્યા હતા.વર્ષ-2024માં આશરે 10.96 લાખ સ્કવેર મીટર વિસ્તારમાં ફેલાયેલા આ તળાવને ડેવલપ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રૂપિયા 20 કરોડનુ ટેન્ડર બહાર પડાયુ હતુ.એક વર્ષ પછી તળાવ ડેવલપમેન્ટની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે.કેટલા ટકા કામગીરી પુરી કરાઈ તે અંગે કોઈ બોલવા તૈયાર નથી.
કોર્પોરેશને લેક ડેવલપમેન્ટના ટેન્ડર, તળાવની સફાઇ માટે નાણાની ફાળવણીની જાહેરાતો કરી સંતોષ મેળવ્યો
દક્ષિણ ઝોનમાં આવેલા ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંધકામ તોડવા મંગળવાર સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનની સાત ઝોનની ટીમ ચંડોળા તળાવ વિસ્તારમાં કામે લાગી છે.
વાસ્તવિકતા એ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-1995થી 2000 અને વર્ષ-2005થી આજદીન સુધી ભાજપ સાાસ્થાને છે.વર્ષ-2000થી 2005 સુધીના પાંચ વર્ષના સમયને બાદ કરતા 25 વર્ષથી સાાસ્થાને રહેલા ભાજપને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓને કયા કારણથી ચંડોળા તળાવમાં થતા ગેરકાયદેસર બાંધકામ નજરે ના પડયાં?
આ પણ વાંચો: આજે ફરી બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાશે, 60 ટકા કામગીરી પૂર્ણ
સામાન્ય નાગરિક ઉપર સત્તાનો રોફ બતાવી તેના દ્વારા થતા સામાન્ય રિપેરીંગ જેવા કામને અટકાવી દેવામાં બહાદુરી બતાવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરથી લઈ વોર્ડ ઈન્સપેકટરને પણ ચંડોળા તળાવની જગ્યામાં દિવસે ના વધે એટલા રાતે વધે એ કહેવત મુજબ અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર બાંધકામ ના દેખાયા હોય એ વાત માની શકાય એવી નથી.
માર્જિનની જગ્યામાં થયેલુ બાંધકામ એસ્ટેટ વિભાગના અધિકારીના ઘ્યાનમાં આવતુ હોય તો ચંડોળા તળાવની જગ્યામા તો માંડ ચાલીને બહાર નીકળી શકાય એટલી જ જગ્યા છોડીને છડેચોક ગેરકાયદેસર બાંધકામ વર્ષો સુધી થતાં આવ્યા છતાં ન તો મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ તરફથી આ ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી થઈ હતી. ના તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અઢી દાયકાથી સાામાં રહેલા ભાજપ તરફથી કોઈ પ્રયાસ કરાયો.
ચંડોળા તળાવની સફાઈ માટે 89 લાખ ફળવાયા હતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવની સફાઈ માટે વર્ષ-202૩-24ના વર્ષમાં રુપિયા 89 લાખની ફાળવણી કરાઈ હતી. ફાળવવામાં આવેલી રુપિયા 89 લાખની રકમ કયાં અને કેવી રીતે ખર્ચાઈ તે અંગે બોલવાનું તંત્રના અધિકારીઓ ટાળી રહયા છે.
મુઘલ સુલતાનની પત્નીએ ચંડોળા લેક બનાવેલું
- ચંડોળા વિસ્તાર પહેલા અશાવલ નામે ઓળખાતો હતો
- અમદાવાદના સૌપ્રથમ આર્ટિફિશિયલ તળાવ ચંડોળાને મુઘલ સુલતાન તજ્ન ખાનના પત્ની દ્વારા બનાવવામાં આવેલું.
- ખેતી અને પશુપાલન માટે ચંડોળામાંથી પાણી પૂરું પડાતું હતું.
- અહમદ શાહના સમયે ચંડાળાનો ઉપયોગ શાહી બગીચા માટે થયો.
- મુઘલ, મરાઠાઓએ તળાવનો ઉપયોગ સિંચાઈ, પીવાના પાણી માટે કર્યો.
- બ્રિટિશ શાસનમાં શહેરની વધતી વસતીને પાણી આપવા થવા લાગ્યો.
- 19૩0માં દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ તળાવ નજીક આરામ કર્યો હતો.
- 1970-80માં ઔદ્યોગિક વિકાસને કારણે ગેરકાયદે વસાહતો બની.
- 2002 પછી એનજીઓએ સિયાસત નગર નામની રાહત શિબિર બનાવી.
- 2009માં દબાણો હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ ફરી દબાણ વધવા લાગ્યું.
- 2010 પછીથી ચંડાળો તળાવની આસપાસ મોટા પાયે દબાણો થયા.
- 2012 પછી તળાવને સુરક્ષિત રાખવા માટે નિયમિત પાણી ભરવાનું શરૂ થયું.
- 1200 હેક્ટરમાં ચંડોળા તળાવ ફેલાયેલું છે.
- અત્યારે હાલ અંદાજિત 1,25,698.૩9 ચોરસ મીટર જગ્યામાં દબાણ, જંત્રી પ્રમાણે 14 વર્ષમાં સરકારને લગભગ 500 કરોડથી વધુનું નુકસાન.
- હાલ ચંડોળા તળાવમાં આવેલી વસાહતો વોર્ડના નામથી ઓળખાય છે. જેમાં ‘એ વોર્ડમાં નરસિંહજી મંદિર છે.
- આયેશા મસ્જિદ નીચેનો ભાગ બંગાળીવાસ તરીકે જ ઓળખાય છે.
મિશન ‘ક્લિન ચંડોળા : દિવસનો ઘટનાક્રમ
સવારે 5:૩0 : 40થી વધુ બુલડોઝર, 50થી વધુ ડમ્પર તૈનાત.
સવારે 5:45 : લોકોએ જાતે જ ઘર ખાલી કરવાનું શરૂ કર્યું.
સવારે 6:40 : બે હજારથી વધુ પોલીસ, 15 કંપની એસઆરપીની જોડાઇ.
સવારે 8:00 : કુખ્યાત લલ્લા બિહારીના ફાર્મ હાઉસને તોડવાનું શરૂ કરાયું.
સવારે 8:05 : બુલડોઝરથી ડિમોલિશન શરૂ.
સવારે 8:45 : 45 મિનિટમાં લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ જમીનદોસ્ત.
સવારે 11:15 : પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા.
સવારે 11:20 : ડિમોલિશનને પડકારતી અરજી માટે હાઇકોર્ટમાં સુનાવણી શરૂ.
બપોરે 12:20 : લલ્લા બિહારીની અટકાયત.
બપોરે 12:૩0 : પોલીસ વડા વિકાસ સહાય ઘટના સ્થળે.
બપોરે 12: 45 : બંને પક્ષ સાંભળ્યા બાદ હાઇકોર્ટે અરજી નકારી.
બપોરે ૩:05 : મુખ્યમંત્રી કમિશનર ઓફિસે પહોંચ્યા. બેઠકનો પ્રારંભ.
સાંજે 6: 00 : 60 ટકાથી વધુ વિસ્તારનું ડિમોલિશન પૂર્ણ થયાનો દાવો.