For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

CBSE Board Exams : 12માંની પરીક્ષાઓ રદ્દ નથી થઇ, શિક્ષણ પ્રધાન નિશંકે નિર્ણય અંગે કઇ આ મહત્વની વાત

Updated: May 23rd, 2021

Article Content Imageનવી દિલ્હી, 23 મે 2021 રવિવાર

કોરોના રોગચાળાની અસર બોર્ડ અને વિવિધ પ્રવેશ પરીક્ષાઓ પર સતત જોવા મળી રહી છે. રવિવારે આ સંદર્ભમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં CBSE સહિત અન્ય રાજ્યોની 12 મી બોર્ડની પરીક્ષાઓ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ હાલ આ બેઠક પૂર્ણ થઈ છે. આ મીટીંગમાં દરેકનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો અને તમામ રાજ્યોના મંત્રીઓ પરીક્ષાઓ લેવા માટે સંમત થયા હતા. જોકે, દિલ્હી સરકારે પરીક્ષાને નકારી નથી, પરંતુ પહેલા રસી આપવાની માંગ કરી છે.

આ બેઠક સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. સંરક્ષણ પ્રધાન સાથે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંક, મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની અને માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક ડિજિટલ માધ્યમ દ્વારા યોજવામાં આવી હતી. તેમાં તમામ રાજ્યોના શિક્ષણ પ્રધાનો અને શિક્ષણ સચિવોને પણ બોલાવવામાં આવ્યા હતા. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે રાજ્યોના CBSE અને રાજ્ય શિક્ષણ બોર્ડ માટે સમાન ફોર્મુલા નક્કી કરવામાં આવશે જેથી દેશનાં તમામ વિદ્યાર્થીઓનું અંતિમ પરિણામ એક જ યોજના હેઠળ તૈયાર થાય અને ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીને લાભ કે વંચિત રહે નહીં. આ બેઠકમાં 12 મી બોર્ડની પરીક્ષા લેવા અંગે સંમતિ આપવામાં આવી છે કે પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે.

CBSE ની ધોરણ-12ની પરીક્ષા ટૂંક સમયમાં યોજાઇ શકે છે. રવિવારે આ મુદ્દે કેન્દ્રિય શિક્ષણ પ્રધાને ઉચ્ચ-સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. જેમાં તેમણે તમામ રાજ્યો પાસેથી 25 મે સુધીમાં પ્રસ્તાવ મંગાવ્યો હોવાનું જણાવ્યું છે.

1) ફક્ત મેજર સબ્જેક્ટની પરીક્ષા નક્કી કરાયેલા સેન્ટરો પર યોજાય. આ પરીક્ષાના નંબરોને આધાર બનાવી માઈનર વિષયોમાં પણ નંબર આપી શકાય. આ વિકલ્પ હેઠળ પરીક્ષા યોજવા માટે પ્રી-એક્ઝામ માટે 1 મહિનો, પરીક્ષા અને રિજલ્ટ ડિક્લેર કરવા માટે 2 મહિના અને કંપાર્ટમેન્ટ એક્ઝામ માટે 45 દિવસનો સમય જોઇએ.

2) તમામ વિષયોની એક્ઝામ માટે દોઢ કલાક (90 મિનિટ)નો સમય નક્કી કરવાનું સુચન અપાયું છે. આ સાથે પેપરમાં ફક્ત ઓબ્જેક્ટિવ અથવા શોર્ટ પ્રશ્નો જ પૂછવાની સલાહ અપાઇ છે. આ હેઠળ 45 દિવસમાં જ એક્ઝામ યોજવામાં આવી શકે છે. તેમા કહેવામાં આવ્યું છે કે ધોરણ 12ના બાળકોને મેજર સબ્જેક્ટની પરીક્ષા તેમની જ શાળામાં લેવામાં આવે, આ સાથે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ બમણી કરી દેવી.

શિક્ષણ મંત્રી 1લી જૂનના રોજ CBSE સાથે ફરી બેઠક યોજશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે યોજાયેલી બેઠકમાં CBSEએ પરીક્ષા માટે વિકલ્પ રજૂ કર્યા છે. કેટલીક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ધોરણ-12ની પરીક્ષા યોજાશે. તેની તારીખ તથા ફોર્મેટ હજુ સુધી નક્કી નથી. 1જૂનના રોજ તારીખો અંગે જાહેરાત થઈ શકે છે. બીજી બાજુ સ્ટેટમાં ધોરણ-12ની પરીક્ષા યોજવા અંગે નિર્ણય તેમના બોર્ડ પર છોડવામાં આવ્યો છે.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાનની આ બેઠક સંદર્ભે, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે NEET, JEE મેઇન સહિતની 12 મી બોર્ડની પરીક્ષાની સાથે CBSE, ICSE અને અન્ય રાજ્યો પર નિર્ણય લેવામાં આવશે.

Gujarat