Car Fire Near Adalaj Canal Gandhinagar : અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર અચાનક કાર ભડભડ સળગી ઉઠી હતી. સમગ્ર બનાવને પગલે પરિવારે લગ્ન માટે ખરીદેલો તમામ સામાન કારમાં લાગેલી ભીષણ આગના કારણે બળીને ખાખ થઈ ગયો હતો. આ સાથે કારમાં રાખેલા 5 લાખ રોકડ રૂપિયા પણ સળગી ગયા હતા. જોકે, કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હતો.
અડાલજ કેનાલ પાસે અચાનક કાર ભડભડ સળગી ઉઠી
મળતી માહિતી મુજબ, અડાલજ કેનાલ પાસે એક કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પરિવારના બે સભ્યો લગ્ન પ્રસંગ માટેની ખરીદી કરવા માટે નીકળા હતા, ત્યારે કારના બોનેટમાં ધુમાડા નીકળવા લાગ્યા હતા. ઘટનાને પગલે કારમાં સવાર બંને વ્યક્તિ તાત્કાલિક બહાર નીકળતા જાનહાનિ ટળી હતી. જોતજોતામાં કાર ભભકી ઉઠી હતી.
આગના બનાવમાં લગ્નની ખરીદી માટનો સામાન કારમાં હતો, જેમાં નવા કપડાં, મોંઘી સાડી, 5 લાખ રોકડ સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગ જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. જેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.


