Get The App

હત્યા કેસમાં કાયદાની સંઘર્ષમાં આવેલા બે કિશોરના જામીન રદ

લિંબાયત પોલીસે મિલીન ભામરે હત્યા કેસમાં બંને જુવેનાઈલ આરોપીને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી આપ્યા હતા

Updated: Jul 23rd, 2020

GS TEAM

Google News
Google News

સુરત,તા.23 જુલાઈ 2020 ગુરુવાર

લિંબાયત ગોડદરા સ્થિત માનસરોવર આવાસમાં નજીવી બાબતની તકરારમાં ગેરકાયદે મંડળી રચી જીવલેણ હુમલો કરીને મિલીન ભામરેની હત્યા કરનાર કાયદાની સંઘર્ષમાં આવેલા બે કિશોરોના જામીનની માંગને કોર્ટે નકારી કાઢી છે.

લિંબાયત માનસરોવર આવાસમાં રહેતા ફરિયાદી સુરેશ ઉર્ફે સોનુ અશોક શીરસાઠે ગેરકાયદે મંડળી રચીને પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી મિલીન ભામરેની હત્યા કરવાના ગુનાઈત કારસા અંગે 10 જેટલા આરોપીઓ વિરુધ્ધ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં લિંબાયત પોલીસે કાયદાની સંઘર્ષમાં આવેલા બે કિશોરોને જુવેનાઈલ હોઈ ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી આપ્યા હતા.જેથી કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરોની જામીન માટેની માંગને નીચલી કોર્ટે નકારતા સેશન્સ કોર્ટમાં ધા નાખી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી હતી.બંનેેનો સમગ્ર ગુનામાં સક્રીય રોલ હોઈ ગંભીર ગુનામાં પ્રથમ દર્શનીય કેસ હોઈ જામીન આપવાથી એક જ મહોલ્લામાં રહેતા હોઈ સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી બંને જુવેનાઈલ આરોપીના જામીનની માંગને નકારી કાઢી હતી.

 

Tags :