Gujarat

સરથાણાના કપલ બોક્ષમાં તરૃણી સાથે દુષ્કર્મ કેસમાં કાફે સંચાલકના જામીન રદ

By GS Team
21 Jan 20222 mins read
This article was originally published on 21 Jan 2022
સરથાણાના કપલ બોક્ષમાં તરૃણી સાથે દુષ્કર્મ કેસમાં કાફે સંચાલકના જામીન રદ

સુરત

આરોપી વિનોદ ખટીકે ગેરકાયદે કાફે કપલ બોક્ષની સવલત પુરી પાડી આર્થિક લાભ મેળવી ગુનામાં મદદગારી કરી હોવાનો પ્રથમ દર્શનીય કેસ

સરથાણાના ગેરકાયદે કપલ કાફે બોક્ષમાં 15 વર્ષ 8 માસની તરૃણીને લઈ જઈ દુષ્કર્મ આચરતો વીડીયો વાયરલ કરવાની ધમકી આપી સહ આરોપી મિત્રોઆ જાતીય શોષણ કરી પોક્સો એક્ટના ભંગના ગુનાઈત કારસામાં જેલવાસ ભોગવતા આરોપી કાફે સંચાલકના જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ દિલીપ પી.મહીડાએ નકારી કાઢી છે.

સરથાણા વિસ્તારમાં આવેલા ધ હાર્ટ ટુ હાર્ટ નામે ગેરકાયદે કપલ બોક્ષ કાફેમાં ભોગ બનનાર 15 વર્ષ 8 માસની તરૃણી સાથે મિત્રતા કેળવી આરોપી યુવાન સચીને દુષ્કર્મનો વીડીયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપીને તેના બે મિત્રોએ પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચર્યું હતુ.જેથી સરથાણા પોલીસે પોક્સો એક્ટ તથા ઈમ્ફોર્મેશન ટેકનોલોજી એક્ટના ભંગના ગુનામાં મદદ કરનાર કપલ કાફેના આરોપી સંચાલક મૂળ રાજસ્થાન ઉદયપુર જિલ્લાના વતની 28 વર્ષીય વિનોદ રાજેન્દ્ર પ્રસાદ ખટીક (રે.સિકોતેરધામ સોસાયટી,કરોડીયા રોડ,વડોદરા)ની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.હાલમાં જેલવાસ ભોગવતા આરોપી વિનોદ ખટીકે જામીન માટે માંગ કરી જણાવ્યું હતું કે આરોપીનું ફરિયાદમાં નામ નથી.સહ આરોપીઓને સીધી કે આડકતરી મદદ કરી હોઈ તેવો પ્રથમ દર્શનીય કેસ નથી.જેના વિરોધમાં એપીપી વિશાલ ફળદુએ જણાવ્યું હતું કે આરોપીએ ગેરકાયદે કાફેમાં કપલ બોક્ષ બનાવીને ભોગ બનનાર સગીર બાળાઓને આરોપીઓ જેવા ઈસમો લઈ આવે તે માટેની સવલત પુરી પાડી આર્થિક લાભ મેળવ્યો છે.જો કાફેમાં કપલ બોક્ષ ન હોત તો આ ગુનો બનવા પામ્યો ન હોત.આરોપીએ આ પ્રકારના ગોરખધંધા સાથે સંકળાયેલા ઈસમોને સીધી રીતે મદદ કરી છે.આરોપીએ સગીર બાળકો હોવાનું જાણવા છતાં કપલ બોક્ષના મિનીટ  દીઠ ભાવ વસુલીને આવા ગુના બને તેવી સુવિધા ઉભી કરી છે.આ કેસના સહ આરોપી વૈભવ અશોક બગથરીયાના જામીનની માંગ પણ કોર્ટે ગુણદોષના આધારે નકારી હોઈ હાલના આરોપીની ગુનામાં સક્રીય ભૂમિકા જોતા જામીન રદ કરવા માંગ કરી હતી.