Get The App

જામનગરમાં ખાણની લીઝ ધરાવતા વેપારી સાથે રૂ.3.86 લાખની છેતરપિંડી , દિલ્હીના શખ્સ સામે ફરિયાદ

Updated: Apr 14th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં ખાણની લીઝ ધરાવતા વેપારી સાથે રૂ.3.86 લાખની છેતરપિંડી , દિલ્હીના  શખ્સ સામે ફરિયાદ 1 - image


Jamnagar Fraud Case : જામનગરના ગોકુલ નગર નજીક સરદાર પાર્ક-1 માં રહેતા અને જામજોધપુર તાલુકાના જામ આંબરડી ગામની સીમ વિસ્તારમાં લાઈન સ્ટોનની ખાણ ધરાવતા વેપારી તેજુ સ્વામી બજરંગીલાલ સ્વામીએ પોતાની સાથે કુલ રૂપિયા 3,86,100 ની છેતરપિંડી કરવા અંગે દિલ્હીના રહેવાસી પવનકુમાર રાકેશપ્રકાશ મથુરીયા સામે શેઠ વડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારી તેજુ સ્વામી બજરંગીલાલના સંપર્કમાં આવેલા દિલ્હીના પવનકુમારે સૌપ્રથમ શેરબજારમાં રોકાણની લાલચ આપી રૂપિયા 1,00,000 મેળવ્યા હતા, અને શેર બજારમાં રોકાણ કર્યું હતું. જેમાં તારીખ 10-10-2024 સુધીની ગણતરીએ એક લાખની રકમ તેમજ 2.86 લાખના નફા સહિત કુલ 3,86,100 ની રકમ ફરિયાદી વેપારીને આપવાની થતી હતી, પરંતુ તે રકમ આજદિન સુધી પરત નહીં આપી. વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી આખરે મામલો શેઠવડાળા પોલીસ મથકમાં લઈ જવાયો છે અને દિલ્હીના શખ્સ સામે ફરિયાદ નોંધાવાઇ છે.

Tags :