Get The App

માઉન્ટ આબુમાં ખાનગી બસની બ્રેક ફેઈલ થતા સર્જાયો અકસ્માત, ડ્રાઇવરની સમય સૂચકતાથી મોટી દૂર્ઘટના ટળી

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
માઉન્ટ આબુમાં ખાનગી બસની બ્રેક ફેઈલ થતા સર્જાયો અકસ્માત, ડ્રાઇવરની સમય સૂચકતાથી મોટી દૂર્ઘટના ટળી 1 - image


Mount Abu Accident: માઉન્ટ આબુમાં મોટી દુર્ઘટના બનતા ટળી ગઇ હતી. ખાનગી ટ્રાવેલ્સ બસની બ્રેક ફેઇલ થતા ડ્રાઇવરની સમય સૂચકતાને કારણે મોટો અકસ્માત સર્જાતા ટળ્યો હતો. આ ઘટનામાં પાંચ જેટલા મુસાફરોને નાની મોટી ઇજા થઇ હતી.

આ પણ વાંચોઃ સુરત ડુમસ જમીન કૌભાંડ:ભાગેડૂ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ પૂણેથી ઝડપાયો, અનંત પટેલની સીઆઇડી ક્રાઇમે કરી ધરપકડ

શું હતી ઘટના?

ગુજરાત ટ્રાવેલ્સની બસને માઉન્ટ આબુમાં અકસ્માત નડ્યો હતો. માઉન્ટઆબુ ટોલનાકા પાસે બસની બ્રેક ફેઇલ થતા બસ રિવર્સમાં ધકેલાઇ હતી. જોકે, બસ ડ્રાઇવરની સમય સૂચકતાને કારણે બસને મોટા પથ્થર સાથે ટકરાવી દેતા બસ ખાઇમાં પડતા બચી ગઇ હતી અને મુસાફરોનો જીવ બચી ગયો હતો.

આ પણ વાંચોઃ અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાશે, હવામાન વિભાગે વરસાદ સાથે વાવાઝોડાની કરી આગાહી

માઉન્ટ આબુમાં ખાનગી બસની બ્રેક ફેઈલ થતા સર્જાયો અકસ્માત, ડ્રાઇવરની સમય સૂચકતાથી મોટી દૂર્ઘટના ટળી 2 - image

ચારથી પાંચ લોકોને થઈ સામાન્ય ઈજા

જોકે, બસના અથડાવાના કારણે એક મોટું વૃક્ષ ધરાશાઈ થઈ ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ નજીકથી પસાર થતી પ્રવાસીઓની બસમાંથી લોકો મદદે દોડી આવ્યા હતાં. ટોલનાકાના કર્મચારીઓએ મુસાફરોને બસમાંથી સુરક્ષિત નીચે ઉતાર્યા હતા. આ ઘટનામાં ચારથી પાંચ જેટલા મુસાફરોને નાની મોટી ઇજા થઇ હતી.

Tags :