ઊંઘતી ભાભીના શરીર પર હાથ ફેરવી છેડતી કરતો દિયર
પતિએ વાત કરવાનું બંધ કરી દેતા પત્નીએ દિયર સામે છેડતીની ફરિયાદ નોંધાવી

વડોદરા,દિયર અને પતિ સાથે રહેતી પરિણીતાને લગ્નના ૧૨ દિવસમાં જ કડવો અનુભવ થયો હતો. રાતે ઊંઘતી ભાભીના શરીર પર હાથ ફેરવી દિયરે છેડતી કરી હતી. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
આજવા રોડ પર રહેતી યુવતીના લગ્ન ગત ફેબુ્રઆરી મહિનામાં મહિસાગર જિલ્લાના એક ગામમાં રહેતા યુવક સાથે થયા હતા. યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારી પતિ અને દિયર સાથે આજવા રોડ પર ભાડે મકાન રાખીને રહીએ છીએ. લગ્નના ૧૧ દિવસ પછી હું રાતે સૂઇ ગઇ હતી. વહેલી સવારે પાંચ વાગ્યે મારા શરીર પર કોઇ હાથ ફેરવતું હોવાનું લાગતા હું જાગી ગઇ હતી. મેં જોયું તો મારા દિયરે મારા પર હાથ ફેરવ્યો હતો. મેં મારા દિયરને ઠપકો આપ્યો હતો. દિયરે કહ્યું કે, મારાથી કંટ્રોલ ના રહ્યો તું કોઇને કહીશ નહીં. પરંતુ, મેં મારા પતિને આ અંગેની જાણ કરી દેતા તેમણે મારા દિયરને ઠપકો આપ્યો હતો. મારા પતિએ પણ મને કહ્યું કે, આ વાત કોઇને કહીશ નહીં. એક મહિના પછી મેં મારા માતાને આ અંગેની વાત કરી હતી. મારા માતાએ સાસુને વાત કરતા અમે સાસરીમાં ગયા હતા. જ્યાં પંચ બોલાવ્યું હતું. જ્યાં મારા દિયરે છેડતી બાબતે માફી માંગી હતી. પરંતુ, પંચોએ જવાબદારી નહી ંલેતા અમે વડોદરા પરત આવી ગયા હતા. થોડા દિવસ પછી મારા જેઠના મરણ પ્રસંગે અમે સાસરીમાં ગયા હતા. હું અને મારી મમ્મી તે જ દિવસે પાછા આવી ગયા હતા. પરંતુ, મારા પતિએ ત્યારબાદ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

