Gujarat

VIDEO: સુરતના કતારગામમાં ક્રિકેટ બોક્સનો શેડ તૂટી પડ્યો, માંડ માંડ બચ્યા યુવાનો

By GS TEAM
29 Jun 20252 mins read
TukuTouch Logo
સુરતના કતારગામ ડભોલી વિસ્તારોમાં આવેલા ધ ડોટબોલ ક્રિકેટ બોક્સ ખાતે કેટલાક યુવકો ક્રિકેટ રમવા ગયા હતા. આજે રવિવાર (29 જૂન) રજાનો દિવસ હોવાથી યુવાનો ક્રિકેટ રમવા માટે શહેરના ક્રિકેટ બોક્સમાં ગયા હતા. ત્યારે ક્રિકેટ બોક્સનો શેડ પવનના કારણે ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાઈ હતી. ધ ડોટબોલ ક્રિકેટ બોક્સનો શેડ ધરાશાયી થવાથી ક્રિકેટ રમવા આવેલા યુવાનો માંડ-માંડ બચ્યા હતા અને અન્ય યુવાનોને બચાવવા માટે શેડ પકડીને ઊભા રહ્યા હતા. સમગ્ર ઘટના મામલે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. સદનશીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. જોકે, એક યુવાનને સામાન્ય ઈજા થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: સુરતના કતારગામમાં ક્રિકેટ બોક્સનો શેડ તૂટી પડ્યો, માંડ માંડ બચ્યા યુવાનો

Surat News:  સુરતના કતારગામ ડભોલી વિસ્તારોમાં આવેલા ધ ડોટબોલ ક્રિકેટ બોક્સ ખાતે કેટલાક યુવકો ક્રિકેટ રમવા ગયા હતા. આજે રવિવાર (29 જૂન) રજાનો દિવસ હોવાથી યુવાનો ક્રિકેટ રમવા માટે શહેરના ક્રિકેટ બોક્સમાં ગયા હતા. ત્યારે ક્રિકેટ બોક્સનો શેડ પવનના કારણે ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાઈ હતી. ધ ડોટબોલ ક્રિકેટ બોક્સનો શેડ ધરાશાયી થવાથી ક્રિકેટ રમવા આવેલા યુવાનો માંડ-માંડ બચ્યા હતા અને અન્ય યુવાનોને બચાવવા માટે શેડ પકડીને ઊભા રહ્યા હતા. સમગ્ર ઘટના મામલે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. સદનશીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. જોકે, એક યુવાનને સામાન્ય ઈજા થઈ હતી. 

ક્રિકેટ બોક્સનો શેડ તૂટી પડ્યો, માંડ માંડ બચ્યા યુવાનો

મળતી માહિતી મુજબ, આજે રવિવારે રજાની મજા માણવા માટે મોટી સંખ્યામાં યુવાનો કતારગામ ડભોલીમાં ધ ડોટબોલ ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમવા માટે ગયા હતા. જ્યારે બપોરના સમયે યુવાન રમી રહ્યા હતા, ત્યારે ભારે પવનના કારણે ક્રિકેટ બોક્સનો શેડ તૂટી પડ્યો હતો અને ક્રિકેટ રમતા યુવાનોમાં ભાગદોડી મચી હતી. 

આ પણ વાંચો: 'વાઈરલ વીડિયો અને રથયાત્રાનો બેકાબૂ હાથી અલગ છે..', મહંત દિલીપદાસે માર મારવાના વીડિયો પર કરી સ્પષ્ટતા

આ દુર્ઘટનામાં યુવાનોએ તૂટી પડેલા શેડને પકડી રાખ્યો હતો અને શેડ અંદર રહેલા યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાને પગલે કતારગામ ફાયર સ્ટેશનની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. જ્યારે શેડ મામલે ફાયર વિભાગની ટીમ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. યુવાનોએ પોતાના  સોશિયલ મીડિયામાં ઘટના અંગે સ્ટેટ્સ પણ મૂક્યા હતા.