Get The App

બોમ્બ હોવાની ધમકી મળતા ગોવા-અમદાવાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, અમદાવાદ એરપોર્ટ પર સઘન તપાસ શરૂ

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
બોમ્બ હોવાની ધમકી મળતા ગોવા-અમદાવાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, અમદાવાદ એરપોર્ટ પર સઘન તપાસ શરૂ 1 - image


Ahmedabad News : ગોવાથી અમદાવાદ આવતી એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા પોલીસ તંત્ર દોડી થયું હતું. બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ફ્લાઈટ તેમજ તમામ લગેજનું સઘન ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગોવાથી આવતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વચ્ચે ફ્લાઇટનું ગુરુવારે (18 ડિસેમ્બર) સાંજે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ CISF અને સુરક્ષા એજન્સીઓએ મુસાફરો અને તેમના સામાનની તપાસ કરી હતી. હાલમાં પ્રોટોકોલ મુજબ એરપોર્ટ પર ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદના મુસાફરો માટે ખુશખબર! AMTS-BRTSમાં હવે એક જ ટિકિટ ચાલશે, એક વર્ષમાં 'સિંગલ મોબિલિટી સિસ્ટમ'નો થશે અમલ

અમદાવાદ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગોવા (GOX)થી અમદાવાદ (AMD)જતી ફ્લાઇટને ધમકીની મળી હતી. ફ્લાઈટ 7:00 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને પ્રોટોકોલ મુજબ તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને એરપોર્ટ કામગીરી પર કોઈ અસર પડી નથી. જ્યારે ફ્લાઈટમાં ક્રુ મેમ્બર સહિત 140થી વધુ મુસાફરો સવાર હતા.'

જાણવા મળ્યું હતું કે, ફ્લાઈટ અમદાવાદ પહોંચતા ફ્લાઈટમાંથી એક ટીશ્યુ પેપર મળ્યું હતું. જેમાં ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનું લખાણ લખાયેલો જોવા મળતાં તંત્ર દોડતું થયું હતું.