અમદાવાદમાં આઇપીએલની ફાઇનલ મેચ રમાઈ તે પહેલાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Bomb Blast Threat : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે (મંગળવારે) આઇપીએલની ફાઇનલ મેચ રમાવવાની છે. ત્યારે ફાઇનલ મેચની વચ્ચે અમદાવાદના એસપી રિંગરોડ પર આવેલી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેલ મળ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના SP રિંગરોડ પર જીનેવા લિબ્રલ શાળાને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. ઈ-મેલ મળતાં સ્કૂલે પોલીસ અને DEO કચેરીને જાણ કરી હતી. ત્યારબાદ બોમ્બ સ્કવોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: IPL 2025 Final: વરસાદનું વિઘ્ન આવે તો કેવી રીતે નક્કી કરાશે વિજેતા? જાણો નિયમો
સ્કૂલને મોકલવામાં આવેલા ઈ-મેલમાં દહેજ અને દુષ્કર્મના એક કેસ અંગે વાત કરવામાં આવી છે. આ કેસમાં દિવિજ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દિવિજના માતા પિતા દ્વારા પુત્રવધુ પાસે એક કરોડના દહેજની માંગણી કરાઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. દિવિજના માતા પિતા સામે દહેજના કેસમાં કેમ કોઈ કાર્યવાહી થઈ રહી નથી?
એટલું જ નહી પોલીસ આ કેસમાં યોગ્ય તપાસ કરતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વર્ષ 2023માં હૈદરાબાદની એક હોટલમાં યુવતી પર થયેલા દુષ્કર્મના કેસમાં પોલીસનું ધ્યાન ખેંચવા માટે સ્કૂલમાં બ્લાસ્ટ કરીશું.