Get The App

સુરેન્દ્રનગરના લખતરમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરના લખતરમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ 1 - image
પ્રતિકાત્મક તસવીર

Lakhatar News : સુરેન્દ્રનગરના લખતરમાં ઢાંકી પાસે આવેલા નાળામાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. કેનાલમાં મૃતદેહ તરતો હોવાની જાણ થતાં લખતર પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સુરેન્દ્રનગર ફાયર ફાઈટર ટીમની મદદથી મૃતદેહને બહાર નીકાળીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્રમ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

મળતી માહિતી મુજબ, લખતર તાલુકામાંથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદા કેનાલમાં વારંવાર મૃતદેહો મળતા હોવાનું સામે આવે છે, ત્યારે લખતરમાં ઢાંકી પાસે આવેલા સાતનાળાના સાયફનમાંથી મૃતદેહ મળ્યો હતો. પોલીસે મૃતદેહની ફોરેનસિક તપાસ કરવાને લઈને રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી પત્નીનો આપઘાત, આડાસંબંધના કારણે ખેલાયો ખૂની ખેલ

સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતક વ્યક્તિ કોણ છે અને તેની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે, તેને લઈને તપાસ હાથ ધરી છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બનાવને લઈને વધુ માહિતી મળે તેવી શક્યતા છે.

Tags :