વડોદરામાં નાઇટ્રોજનના સિલિન્ડર-ટાંકાઓ ભરેલા ટેમ્પોની બોડીનો ભાગ તુટી પડતા ઉત્તેજના

Vadodara : વડોદરાના અટલાદરા વિસ્તારમાં નાઇટ્રોજનના સિલિન્ડર અને ટાંકાઓ ભરેલ આઇસર ટેમ્પોની બોડીનો ભાગ તુટી માર્ગ ઉપર પડતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેથી નાઇટ્રોજન ભરેલ આઇસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો, માર્ગ ઉપર વળાંક લેતી વખતે આઇસર ટેમ્પોની બોડી છૂટી પડી જતા નાઇટ્રોજનના સિલિન્ડર અને ટાંકાઓ રસ્તા પર પડ્યા હતા. ઘટનાના પગલે વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી. બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર દોડી ગઈ હતી. સદ્નસીબે કોઈ જાનહાનિ ન થતા દુર્ઘટના ટળી છે. હાલ માર્ગ ઉપરથી નાઇટ્રોજનના સિલિન્ડર અને ટાંકા ભરેલ આઇસર ટેમ્પોની બોડી સાઇડ ઉપર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.

