Get The App

છોટા ઉદેપુર: બોડેલીને જાહેર કરાઈ નગરપાલિકા, જિલ્લાને મળ્યો નવો શહેરી વિસ્તાર

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
છોટા ઉદેપુર: બોડેલીને જાહેર કરાઈ નગરપાલિકા, જિલ્લાને મળ્યો નવો શહેરી વિસ્તાર 1 - image


Bodeli Becomes Municipality: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી અને તેની આસપાસના ગામોને ગુજરાત સરકારે સત્તાવાર રીતે "નાનું શહેરી ક્ષેત્ર" અથવા "સ્મોલ અર્બન એરિયા" તરીકે જાહેર કરીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. આ નિર્ણયથી બોડેલી વિસ્તારના વિકાસ અને આર્થિક પ્રગતિ માટે નવા દ્વાર ખુલશે.

નગરપાલિકામાં કયા ગામોનો સમાવેશ થયો?

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ દ્વારા 21 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આ નવી નગરપાલિકામાં બોડેલી ગામ પંચાયત, અલીખેરવા ગ્રુપ ગામ પંચાયતનું અલીખેરવા ગામ, ધોકલિયા, ઝંખરપુરા, ચાચક ગામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણય ભારતની બંધારણની કલમ 243Q(2) અને ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કલમ 7 હેઠળ લેવામાં આવ્યો છે.

છોટા ઉદેપુર: બોડેલીને જાહેર કરાઈ નગરપાલિકા, જિલ્લાને મળ્યો નવો શહેરી વિસ્તાર 2 - image

વહીવટકર્તાની નિમણૂક

બોડેલી નગરપાલિકા માટે સામાન્ય ચૂંટણી યોજાશે, પરંતુ જ્યાં સુધી ચૂંટાયેલું મંડળ કાર્યભાર સંભાળે નહીં ત્યાં સુધી વહીવટ ચલાવવા માટે બોડેલીના મામલતદારને વહીવટકર્તા તરીકે નિમવામાં આવ્યા છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963ની કલમ 266B(d) હેઠળ, 21મી ઓગસ્ટ 2025થી નગરપાલિકાના તમામ અધિકારો અને ફરજોની જવાબદારી સંભાળશે.

આ પણ વાંચો: આણંદ: ખંભાતમાં કંપનીની ઘોર બેદરકારીથી 2 શ્રમિકનું મોત, 2 ઈજાગ્રસ્ત, સુરક્ષા વિના ઉતર્યા હતા ટાંકી સાફ કરવા


નિર્ણય પાછળના મુખ્ય કારણો

વસ્તી: વિસ્તારની વધતી જતી વસ્તી.

આર્થિક સ્થિતિ: સ્થાનિક વહીવટ માટેના આવક સ્ત્રોતો.

રોજગાર: કૃષિ સિવાયના રોજગારની વધતી ટકાવારી.

આર્થિક મહત્ત્વ: આ વિસ્તારનું વધતું આર્થિક મહત્વ.

બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળવાથી શહેરીકરણની ગતિ તેજ થશે, પાયાની સુવિધાઓ જેવી કે પાણી, ગટર, રસ્તાઓ અને સ્વચ્છતામાં સુધારો થશે. આ સાથે, રોજગારી અને વ્યવસાયિક વિકાસ માટે નવી તકો ઊભી થશે, જેનાથી સ્થાનિક લોકોના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન આવશે.


Tags :