VIDEO: અમરેલીના રાજુલામાં પીપાવાવ પોર્ટ નજીક બોટ પલટી, સ્થાનિકોએ વૃદ્ધાને બચાવ્યા
Amreli News : ગુજરાતના વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈએ તૂટી પડ્યો હતો. જેમાં 7 વાહનો નદીમાં ખાબક્યા અને એક ટ્રક બ્રિજ પર લટકી રહી હતી. બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેવામાં બીજી તરફ, અમરેલી જિલ્લામાં દરિયાઈ માર્ગે મોટી દુર્ઘટના થતાં ટળી છે. જેમાં રાજુલામાં પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતાં સમયે બોટ ઓલવરલોડ હોવાના કારણે પલટી ખાઈ ગઈ હતી. ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.
પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતાં બોટ પલટી
અમરેલીમાં પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતાં સમયે બોટમાં રેતી સહિત ભારે મટીરયલ ભરતા બોટ પલટી મારી ગઈ હતી. બોટ ઓવરલોડ થવાના કારણે પલટી મારતા કાંઠે હાજર રહેલા લોકો દોડ્યા આવ્યા હતા. આ દુર્ઘટનામાં 1 મહિલાને ઇજા થતાં રાજુલા હોસ્પિટલ બાદ અમરેલી હોસ્પિટલમાં રીફર કરાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 17 પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
શિયાળબેટ દરિયાઈ માર્ગ હોવાથી બારે માસ અહીં બોટ મારફતે આવજાવ રહે છે. રેતી સિમેન્ટ સહિત ઘરવખરીનો સામાન પણ બોટ મારફતે લઈ જવામાં આવે છે. બોટ પલટી મારવાની ઘટનાને લઈને પીપાવાવ મરીન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.