અમૂલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં દુર્ઘટના, વેલ્ડિંગ કામગીરી દરમિયાન થયો બ્લાસ્ટ, અનેકને ઇજા
Anand News : અમૂલ ડેરીના બાયો ગેસ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના ઘટી છે. બાયોગેસની લાઇનના બલૂનમાં બ્લાસ્ટ થવાથી કામદારો, અધિકારીઓ સહિતના ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, અમૂલ ડેરીના ETP પ્લાન્ટ પાસે વેલ્ડિંગ કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. અમૂલ ડેરીમાં વિસ્ફોટની ઘટનાનો અવાજ આસપાસ સંભળાતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં પાંચ કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે સમગ્ર ઘટના અંગે હજુ ડેરી તરફથી સત્તાવાર કોઈ પુષ્ટિ મળી નથી.
આ પણ વાંચો: કચ્છના મુન્દ્રામાં કરૂણ ઘટના: કેનાલમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત, માતાનો બચાવ
તમને જણાવી દઈએ કે, આજે (12 સપ્ટેમ્બર) ડેરીના નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું હતું. જેને લઈને અનેક નેતાઓ ડેર ખાતે હાજર હોવાનું સામે આવ્યું હતું.