Get The App

મોડેલના આપઘાત માટે પૂર્વ લિવ ઈન પાર્ટનર દ્વારા બ્લેકમેઈલીંગ જવાબદાર

ડીંડોલીના મહેન્દ્ર રાજપૂત સામે ગુનો દાખલ કરાયો : 19 વર્ષની મધ્યપ્રદેશની સુખપ્રિતકૌરે મહેન્દ્રના ટોર્ચરીંગથી કંટાળી સંબંધ તોડયા બાદ તે ફોટા વાયરલ કરવા ધમકી આપી પરેશાન કરતો હતો

કુંભારીયા ગામની સારથી રેસીડન્સીમાં ગળેફાંસો ખાધા બાદ 18 દિવસ પછી સામાન વચ્ચેથી સુખપ્રિતકૌરની અરજી મળી

Updated: May 20th, 2025

GS TEAM

Google News
Google News
મોડેલના આપઘાત માટે પૂર્વ લિવ ઈન પાર્ટનર દ્વારા બ્લેકમેઈલીંગ જવાબદાર 1 - image



- ડીંડોલીના મહેન્દ્ર રાજપૂત સામે ગુનો દાખલ કરાયો : 19 વર્ષની મધ્યપ્રદેશની સુખપ્રિતકૌરે મહેન્દ્રના ટોર્ચરીંગથી કંટાળી સંબંધ તોડયા બાદ તે ફોટા વાયરલ કરવા ધમકી આપી પરેશાન કરતો હતો 


- કુંભારીયા ગામની સારથી રેસીડન્સીમાં ગળેફાંસો ખાધા બાદ 18 દિવસ પછી સામાન વચ્ચેથી સુખપ્રિતકૌરની અરજી મળી 


સુરત, : સુરતના કુંભારીયા ગામ સારથી રેસીડન્સીમાં માત્ર પાંચ જ દિવસ પહેલા રહેવા આવેલી મૂળ મધ્યપ્રદેશની 19 વર્ષની મોડેલના 18 દિવસ અગાઉના આપઘાતના બનાવમાં સારોલી પોલીસે મોડેલના સામાનમાંથી મળેલી અરજીના આધારે ડીંડોલીમાં રહેતા તેના લિવ ઈન પાર્ટનર વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.પોલીસે લિવ ઈન પાર્ટનરના ઘરે તપાસ કરી હતી.પણ ત્યાં તાળું મારેલું હતું.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના શિવપુરીની વતની અને સુરતમાં છેલ્લા એક વર્ષથી મોડેલ તરીકે કામ કરતી 19 વર્ષીય સુખપ્રિતકૌર લખવિંદર સિંહે કુંભારીયા ગામ સારથી રેસીડન્સી ફ્લેટ નં.ડી/903 માં બહેનપણીઓ સાથે રહેવા ગયાના પાંચમા દિવસે જ ગત બીજીની રોજ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આગલા દિવસે સવારે 11 વાગ્યે ગામમાં ખેતીકામ કરતા તેના 58 વર્ષીય પિતાએ જયારે તેની સાથે વાત કરી હતી ત્યારે તે એકદમ નોર્મલ હતી.બીજીએ બપોરે તેના પિતાએ ફરી તેને ફોન કર્યો ત્યારે પોલીસે ફોન ઊંચકી સુખપ્રિતકૌરે આપઘાત કરી લીધો છે તેવી જાણ કરતા તે જમાઇ હરજીતસિંહ સાથે તાત્કાલીક સુરત આવ્યા હતા.પોસ્ટમોર્ટમ બાદ તેમણે સુખપ્રિતકૌર સાથે રહેતી દિવ્યાંગના સોહનસિંહ ચૌધરીને શું થયું હતું તેમ પૂછ્યું હતું.


તે સમયે દિવ્યાંગનાએ જણાવ્યું હતું કે તે, જ્યોતી ચંદ્ર, હિમાદ્રી, ગુંજન અને સુખપ્રિતકૌર પહેલીની રાત્રે 12 વાગ્યા સુધી રૂમમાં સાથે હતા અને નાસ્તો કરતા હતા.તે દરમિયાન સુખપ્રિતકૌરના ફોનમા કોઇકેનો ફોન આવતા તે વાત કરતી કરતી ફ્લેટના હોલમા જતી રહી હતી અને ત્યાં બેસીને વાતો કરતી હતી.12.30 વાગ્યે દિવ્યાંગના સુઈ ગઈ ત્યારે પણ સુખપ્રિતકૌર હોલમાં જ હતી.બીજા દિવસે સવારે 11.15 વાગ્યે દિવ્યાંગના જાગી ત્યારે સુખપ્રિતકૌર ફ્લેટમાં ન હોય તેને ફોન કર્યો હતો.પણ તેણે ફોન ઉપાડયો નહોતો.આથી તે ક્યાંક બહાર ગઈ હશે તેમ માની દિવ્યાંગના કપડા ધોવાનો પાવડર લેવા વધારાનો સામાન જે રૂમમાં મુકતા હતા ત્યાં ગઈ તો દરવાજો અંદરથી બંધ હતો.દિવ્યાંગનાએ  દરવાજો ખટખટાવતા દરવાજો નહી ખુલતા તેણે દરવાજાને જોર જોરથી ધક્કો મારતા દરવાજો ખુલી ગયો હતો  અને તે રૂમમાં સુખપ્રિતકૌર પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાસો ખાઇ આપઘાત કરેલ હાલતમા લટકતી હતી.


સુખપ્રિતકૌરનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેના પિતા અંતિમવિધિ માટે વતન ગયા ત્યારે સુખપ્રિતકૌરનો સામાન તેની બહેનપણીઓએ આપ્યો હતો.તે પૈકીની એક બેગમાંથી પોલીસ અધીક્ષક મહોદય સુરત ગુજરાતને સંબોધીને મહેન્દ્ર રાજપુત ( રહે.એફ/304, રેજેન્ટ પ્લાઝા, ડીંડોલી, સુરત ) વિરુદ્ધની તેના મોબાઈલ નંબર સાથેની હિંદી ભાષામા ટાઇપ કરેલ અરજી મળી હતી.તેમાં સુખપ્રિતકૌરે તેની સાથે લિવ ઇન રિલેશનશીપમા રહી મહેન્દ્રએ તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે મારપીટ કરી માનસીક અને શારીરીક ત્રાસ આપી મારી તેને મરવા માટે મજબુર કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.આ અરજી સાથે સુખપ્રિતકૌરના પિતાએ ગતરોજ મહેન્દ્ર રાજપૂત વિરુદ્ધ સારોલી પોલીસ મથકમાં આપઘાતની દુષ્પ્રેરણા અંગેની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે મહેન્દ્ર રાજપૂતના ઘરે તપાસ કરી હતી.પણ ત્યાં તાળું હતું.વધુ તપાસ પીઆઈ એસ.આર.વેકરીયા કરી રહ્યા છે.


મોડેલના આપઘાત માટે પૂર્વ લિવ ઈન પાર્ટનર દ્વારા બ્લેકમેઈલીંગ જવાબદાર 2 - image


મહેન્દ્રએ સુખપ્રિતને પોતાના ફ્લેટમાં ગોંધી હાથમાં બ્લેડ મારી ડામ આપ્યા હતા 


પોલીસ કમિશનરને ઉદ્દેશીને હિન્દીમાં લખેલી સુખપ્રિતકૌરની અરજીમાં મહેન્દ્ર રાજપૂત કેવી રીતે ટોર્ચર કરતો તેનું વર્ણન 


સુરત, :  લિવ ઈન પાર્ટનર ટોર્ચર કરતો હોય આપઘાત કરી લેનાર મોડેલ સુખપ્રિતકૌરે પોલીસ કમિશનરને ઉદ્દેશીને હિન્દી ભાષામાં કરેલી અરજીમાં મહેન્દ્ર રાજપૂત કેવી રીતે તેને ટોર્ચર કરતો હતો તેનો ઉલ્લેખ કર્યો હતો.તેણે અરજીમાં લખ્યું હતું કે હું સુખપ્રિત સંધુ સારથી રેસિડન્સી 904 સારોલી સુરતની રહેવાસી છું.હું આ પત્ર બ્લેકમેઈલીંગ, મારપીટ, આપઘાત માટે ઉશ્કેરણી સંદર્ભે લખી રહી છું.મહોદય હું મુખ્ય મોડેલીંગ એજન્સી સત્યમ એપાર્ટમેન્ટ સુરત માટે એક મોડેલ તરીકે કામ કરતી હતી અને ત્યાં જ મારી મુલાકાત 6 ઓગષ્ટે એક યુવાન સાથે થઈ.અમારી સારી મિત્રતા થઈ અને અમે લિવ ઈન રિલેશનશીપમાં રહેવા માંડયા.લગભગ એક મહિના પછી તે મને ટોર્ચર કરવા લાગ્યો.તેનાથી પરેશાન થઈને મેં તેને છોડી દીધો.પણ તે મને સતત બ્લેકમેઈલ કરતો હતો.તે મને તારા અંગત ફોટા ઈન્ટરનેટ ઉપર અપલોડ કરવાની, જાનથી મારી નાખવાની ધમકી આપી ગંદી ગાળો પણ આપતો હતો.તેણે મને 19 ડિસેમ્બરે પોતાના ફ્લેટ પર બોલાવી હતી અને ત્યાં મને એક દિવસ ગોંધી રાખી મારી સાથે મારપીટ કરી મારા હાથોમાં બ્લેડ મારી હતી અને મારા પગ સળગાવ્યા હતા.જેમતેમ હું ત્યાંથી ભાગીને ઘરે આવી હતી.જોકે, ત્યાર બાદ તેણે મને ધમકી આપવાનું શરૂ કર્યું હતું,તે કહેતો હતો કે જો આ વાત કોઈને કરીશ તો તને જાનથી મારી નંખાવીશ અને તારા અંગત ફોટા ઈન્ટરનેટ પર અપલોડ કરી દઈશ.તેણે મને આપઘાત કરવા પણ ઉશ્કેરી હતી.આરોપીનું નામ મહેન્દ્ર રાજપૂત અને તેનું સરનામું રેજેન્ટ પ્લાઝા એફ બ્લોક 304 ડીંડોલી સુરત છે અને તેના મોબાઈલ નંબર આ છે.

Tags :