Gujarat

ગુજરાતમાં ભાજપનું ટેન્શન વધ્યું! ગાંધીનગરમાં હજારો ખેડૂતો દેખાવો કરશે, કિસાન સંઘે બાંયો ચડાવી

By GS TEAM
23 Dec 20252 mins read
TukuTouch Logo
સરકાર એકબાજુ એવો દાવો કરે છે કે, કૃષિ રાહત સહાય સહિત અન્ય ખેતલક્ષી યોજના મદદરૂપ થતાં ખેડૂતો રાજી છે. જ્યારે ખુદ કિસાન સંઘનું કહેવું છે કે, ધરાર અવગણના થતાં ખેડૂતોમાં ભારોભાર અસંતોષ ભભૂક્યો છે. આ કારણોસર કિસાન સંઘે સરકાર સામે બાંયો ચઢાવી છે. એટલું જ નહીં, 12 જાન્યુઆરીએ પાટનગર ગાંધીનગરમાં રાજ્યભરના ખેડૂતોને ભેગા કરી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં ભાજપનું ટેન્શન વધ્યું! ગાંધીનગરમાં હજારો ખેડૂતો દેખાવો કરશે, કિસાન સંઘે બાંયો ચડાવી

Gujarat Farmer Protest: સરકાર એકબાજુ એવો દાવો કરે છે કે, કૃષિ રાહત સહાય સહિત અન્ય ખેતલક્ષી યોજના મદદરૂપ થતાં ખેડૂતો રાજી છે. જ્યારે ખુદ કિસાન સંઘનું કહેવું છે કે, ધરાર અવગણના થતાં ખેડૂતોમાં ભારોભાર અસંતોષ ભભૂક્યો છે. આ કારણોસર કિસાન સંઘે સરકાર સામે બાંયો ચઢાવી છે. એટલું જ નહીં, 12 જાન્યુઆરીએ પાટનગર ગાંધીનગરમાં રાજ્યભરના ખેડૂતોને ભેગા કરી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. 

આ પણ વાંચોઃ ડિસેમ્બરનો અંત નજીક છતાં ગુજરાતમાં ઠંડી ગાયબ! 'અર્બન હિટ આઈલેન્ડ' જવાબદાર

ખાતરનો પ્રશ્ન

રાજ્ય સરકાર ભલે મોટા ઉપાડે જાહેરાત કરે કે, ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. પણ કિસાન સંઘનું કહેવું છે કે, રાજ્યમાં ખાતરનો પ્રશ્ન વધુ પેચિદો બન્યો છે. ખાતર મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવુ પડે છે. કમોસમી વરસાદને કારણે ચોમાસું પાક તો લગભગ નિષ્ફળ ગયો છે ત્યારે શિયાળુ પાક વખતે પણ ખેડૂતોને ખાતર માટે ફાંફા મારવા પડી રહ્યાં છે.

પાકના અપૂરતા ભાવ

ખાતર વિના પાક ઉત્પાદન પર અસર થઈ રહી છે. ખેડૂતોને બેન્કમાંથી સમયસર લોન મળતી નથી. અથાગ મહેનત પછી પણ પાકના પૂરતાં ભાવ મળતાં નથી. એપીએમસી-માર્કેટયાર્ડની બહાર માલ વેચવા માટે રાતના ઉજાગરા કરવા પડે છે. જો ટેકાના ભાવે પાક ન ખરીદાય તો મૂડીમાં નુકશાન કરીને પણ ખેડૂતોને માલ વેચવા મજબૂર થવુ પડે છે.

આ પણ વાંચોઃ ભાડૂઆત વિવાદમાં રેવન્યુ ઓથોરિટી અને મામલતદારને જ અંતિમ નિર્ણયની સત્તા: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

ગાંધીનગરમાં ધરણાં-વિરોધ પ્રદર્શન

આ બધીય સમસ્યાને લઈ અનેકવાર રજૂઆત કર્યા પછી પણ સરકારના પેટનું પાણી હલતુ નથી. આખરે કિસાન સંઘે ગાંધીનગરમાં 20-25 હજાર ખેડૂતોને એકત્ર કરી ધરણાં-વિરોધ પ્રદર્શન કરવા નક્કી કર્યું છે. આજે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ દિન-પ્રતિદિન કથળી રહી છે. દેવાના ડુંગર તળે દબાતાં ખેડૂતો હપ્તા ભરી શકે તેવી પણ સ્થિતિમાં નથી આમ છતાંય સરકાર સતત અવગણના કરી રહી છે. સરકારના કાન આમળવા કિસાન સંઘે મોરચો માંડ્યો છે.