Get The App

ભાજપની 12 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, અલ્પેશ ઠાકોર અને રોકડિયાને મળી ટિકિટ

ભાજપે મોડી રાતે ઉમેદવારો જાહેર કર્યા

ગાંધીનગર ઉત્તરથી અલ્પેશને અને દક્ષિણથી રીટાબેન પટેલને ટિકિટ

Updated: Nov 14th, 2022

GS TEAM

Google News
Google News

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપે પોતાના 12 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. મહત્વનું છે કે આ ઉમેદવારોની બેઠકો પર ભાજપનું કોકડું ગૂંચવાયું હતું જે આજે આખરે ઉકેલાયું હતું. આ 12 ઉમેદવારોમાં અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ અપાઈ છે જ્યારે રાધનપુર પર લવિંગજી ઠાકોરને ઉતારાયા છે. મહત્વનું છે કે હજુ માણસા અને ખેડા બેઠક પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.

જુઓ સંપૂર્ણ લિસ્ટ

  1. ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોરને ટિકિટ
  2. રાધનપુરથી લવીંગજી ઠાકોરને ટિકિટ
  3. સયાજીગંજથી કેયુર રોકડિયાને ટિકિટ
  4. જેતપુર પાવીથી જયંતિ રાઠવાને ટિકિટ
  5. ઝાલોદથી મહેશ ભુરિયાને ટિકિટ
  6. મહેમદાવાદથી અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ
  7. પેટલાદથી કમલેશ પટેલને ટિકિટ
  8. વટવાથી બાબુસિંહ જાદવને ટિકિટ
  9. કલોલથી બકાજી ઠાકોરને ટિકિટ
  10. ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલને ટિકિટ
  11. હિમ્મતનગરથી વી.ડી.ઝાલાને ટિકિટ
  12. પાટણથી ડૉ. રાજુલ દેસાઈને ટિકિટ

ભાજપની 12 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, અલ્પેશ ઠાકોર અને રોકડિયાને મળી ટિકિટ 1 - image


Tags :